મા તે મા: બચ્ચાને બચાવવા ભેંસે સિંહ સામે ખેલ્યો જીવ સટોસટનો ખેલ

વિશ્વની દરેક માતા તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને તેમના જીવનને બચાવવા માટે, તે સૌથી મોટોમાં મોટા ભયનો સામનો કરવા પણ તત્પર રહે છે, તો પછી તેણીએ તેમાં પોતાનો જીવ કેમ ગુમાવવો ન પડે. આ ફક્ત માણસોના કિસ્સામાં જ નહીં પણ પ્રાણીઓના કિસ્સામાં પણ જોવા મળે છે. અમને સોશ્યલ મીડિયા પર તેના બાળક માટે માતાના પ્રેમનો એક શાનદાર વિડિયો જોવા મળ્યો છે.

image source

જે આજકાલ ખુબ જોવામાં આવી રહ્યો છે. આ વિડિયોમાં, એક ભેંસ તેના બચ્ચાને બચાવવા માટે સિંહોના ટોળા જીવની બાજી લગાવી દે છે. તે પછી શું થયું તે તમે આ વિડિયોમાં જોઈ શકો છો. આ વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ તેના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે.

image source

આ વીડિયોને શેર કરતાં તેમણે લખ્યું, ‘માતાની હિંમત’ આ વીડિયો સુશાંત નંદાએ 08 જૂને સાંજે 9 વાગ્યે શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં 14 હજાર 600 થી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. તે જ સમયે, લગભગ બે હજાર લાઈક્સ અને ત્રણસોથી વધુ રીટ્વીટ પણ આ વિડિયોને પ્રાપ્ત થયા છે.

image source

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભેંસ તેના બચ્ચા સાથે જંગલમાં જઈ રહી છે. આ જ સમયે કેટલાક સિંહોનુ ટોળું તેનો શિકાર કરવા માટે તેમનો પીછો કરવાનું શરૂ કરે છે. સિંહોને જોઈને ભેંસ ઝડપથી દોડવા લાગે છે અને તેનું બચ્ચુ પણ તેની પાછળ ચાલે છે.

image source

ત્યાર પછી અચાનક એક સિંહ ભાગીને આવે છે અને ભેંસના બચ્ચાને પકડી લેછે અને પાછળની તરફ દોડવા લાગે છે. સિંહ બાળકને તેના જડબામાં દબાવીને ભાગી જાય છે. આ દરમિયાન, બાળક મોટેથી ચીજો પાડવાનું શરૂ કરે છે.

image source

પછી શું હતું માતા પણ તેના બાળકને બચાવવા સિંહોની પાછળ દોડી ગઈ. સિંહ બાળકને ખેંચીને ઝાડીઓમાં જાય છે, બાકીના સિંહો ત્યાં રહે છે, ભેંસ પણ ઝાડીમાં પ્રવેશે છે અને બાળકને બચાવવા તેની બધી શક્તિ લગાવી દે છે.

ભેંસના ડરથી સિંહ બાળકને છોડે છે અને ભેંસ તેના બાળકને ઝાડીમાંથી બહાર લાવે છે. તે પછી તે તેના બાળક સાથે જવાનું શરૂ કરે છે પરંતુ સિંહ તેનો પીછો છોડતો નથી. તે બાળકને ફરીવાર પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભેંસ દર વખતે સિંહોને પરાજિત કરી દે છે. આ વીડિયોને હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો મોટા પ્રમાણમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.