કમકમાટી ઉપજે તેવું કૃત્ય કર્યું 10 માસની બાળકી સાથે સગા પિતા અને મામાએ સાથે મળીને

સામાન્ય રીતે નાના બાળકને ફૂલની જેમ માતા-પિતા સાચવે છે.

image source

પછી તે તવંગર હોય કે ગરીબ તેના માટે તેનું સંતાન લાખેણું જ હોય છે પરંતુ કેટલાક લોકોના હૃદયની જગ્યાએ જાણે કાણમીંઢ પાણો હોય છે અને આવા લોકો કોઈ બીજાના નહીં પોતાના સંતાન સાથે પણ એવો વ્યવહાર કરે છે જે પારકા પણ કરતાં અચકાય. આવી જ એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના રાજકોટ જિલ્લામાં બની છે.

રાજકોટના સોખડા રોડ પર આવેલા ઈંટ બનાવવાના ભઠ્ઠામાં આ દુર્ઘટના ગત 8 તારીખે બની હતી. પરંતુ સગા બાપ અને કૌટુંબિક મામાએ સાથે મળી ભીનું સંકેલાઈ જાય તે માટે કાવતરું ઘડી કાઢ્યું.

આ ઘટનાની વિગતો અનુસાર ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં બકાભાઈ નામના વ્યક્તિની સાથે તેની 10 માસની દીકરી હતી. 10 માસની ભાવના મેદાનમાં રમી રહી હતી. તે જ સમયે બકાભાઈના મામાના દીકરા ભાઈ એવા ધરમશી નામનો વ્યક્તિ ટ્રેકટર લઈને ત્યાં પહોંચ્યો.

image source

આ સમયે તેમએ બેદરકારી પૂર્વક રસ્તામાં જોયા વિના ટ્રેકટર રિવર્સમાં લીધું અને ટ્રેકટરના પાછળના વ્હીલમાં 10 માસની ભાવનાનું માથું છુંદાઈ ગયું અને તેનું કમકમાટી ભર્યું મોત ત્યાં જ થઈ ગયું.

જો કે દીકરીના આવા મોતથી સામાન્ય પિતા ભાંગી પડે પરંતુ બકાભાઈના મનમાં પોલીસના લફડામાં નથી પડવું તેવી વાત પહેલા આવી. આ ઉપરાંત ભઠ્ઠાના માલિકએ પણ આ વાતને પોલીસ સુધી ન પહોંચવા દેવાનું નક્કી કરી લીધું. ત્યારપછી આ ત્રણેય શખ્સોએ બાળકની લાશને લઈ નજીકમાં આવેલી અવાવરું જગ્યાએ દફનાવી દીધી. જો કે આ સમગ્ર ઘટના બાદ થયેલી હિલચાલ બાદ કોઈ જાગૃત નાગરિકને શંકા જતા તેણે પોલીસને જાણ કરી.

પોલીસએ આ મામલે પુછપરછ કરી તો ત્રણેય આરોપીએ સમગ્ર ઘટનાની કબૂલાત કરી. આ ઉપરાંત પોલીસએ બાળકીના મૃતદેહને દફનાવ્યો હતો ત્યાંથી કઢાવી પોસ્ટ મોર્ટમ કરાવ્યું જેમાં પણ ખુલાસો થયો કે બાળકીનું મોત ટ્રેકટર નીચે આવી જવાથી થયું છે.