રસોઈની આ 1 વસ્તુનો કરી લો ઉપયોગ, શ્યામ રંગ પણ બની જશે ગોરો, સરળ છે ઉપાય

જો તમે તમારી શ્યામ સ્કીનને ગોરી બનાવવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે ખૂબ જ કામના છે. આજે આપણે વાત કરીશું રસોઈમાં રહેતા બટાકાની. તેની મદદથી તમે સ્કીનને અનેક લાભ આપી શકો છો અને સાથે જ શ્યામ રંગને પણ ગોરો બનાવી શકો છો. જાણો રસોઈમાં રહેતા બટાકાની મદદથી સ્કીનની કઈ સમસ્યાઓમાં ઝડપથી રાહત મેળવી શકાય છે તે વિશે.

રંગ ગોરો કરવા માટે બટાકું છે ઉપયોગી

image source

જો તમારા ચહેરા પર કરચલીઓ છે, ટેનિંગ છે કે સ્કીનનો કલર શ્યામ છે તો તમે બાફેલા બટાકાના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. તે તમારા માટે કામનું છે. સૌ પહેલા તમે બાફેલા બટાકાને છોલી લો. તેમાં એક ચમચી મધ અને મલાઈ મિક્સ કરો.

image source

આ પછી આ ફેસ પેકને 15 મિનિટ માટે ફેસ પર લગાવી રાખો. તેને સૂકાવવા દો. તે સૂકાય ત્યારે તેને ધોઈ લો. આ પેકને અઠવાડિયામાં 2 વાર યૂઝ કરો. જો સ્કીન ઓઈલી હોય તો તમે ફેસ પેકમાં બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરી લો. તેનાથી સ્કીનને રાહત મળશે.

ખીલને માટે બટાકાનો આ રીતે કરો ઉપયોગ

image source

અસ્ત વ્યસ્ત ખાન પાન અને ચહેરાની કેર ન કરવાના કારણે ચહેરા પર ખીલની સમસ્યા રહે છે. તેના નિશાન અનેક દિવસો સુધી જતા નથી. એવામાં તમે બટાકાની મદદ લઈ શકો છો. તમે બટાકાને સારી રીતે બાફી લો અને તેને સ્મેશ કરી લો. તેમાં મધ મિક્સ કરીને ફેસ પેકની જેમ ચહેરા પર લગાવી લો. તમે ખીલ દૂર કરવાની સાથે ચહેરાના પોર્સ પર જામેલી ગંદગી પણ બહાર કાઢી શકશો. તેને અઠવાડિયામાં 2 વાર ટ્રાય કરશો તો તમને તેના સારા પરિણામ મળી શકે છે.

ડાધ ઘબ્બાને દૂર કરવા માટે

image source

જો તમારા ફેસ પર ડાઘ ધબ્બા થઈ ગયા છે તો તમે બટાકાની મદદ લઈ શકો છો. બટાકા અને હળદરનો ફેસ પેક તમારી મદદ કરી શકે છે. આ ફેસ પેક બનાવવા માટે તમે સૌ પહેલા એક બટાકુ લો અને તેને છીણીની મદદથી છીણી લો. તેમાં ચપટી હળદર મિક્સ કરો. તેને ગરદન અને ચહેરા પર લગાવીને અડધો કલાક રહેવા દો. હવે સામાન્ય પાણીથી ચહેરાને વોશ કરી લો. આ પેકનો રોજ ઉપયોગ કરવાથી ચહેરાનો રંગ સાફ થશે અને સાથે ડાઘ ધબ્બામાં પણ રાહત મળશે.