આયુર્વેદ પધ્ધતિથી મ્યુકર માઇકોસિસના નિદાનનો દેશનો સૌપ્રથમ કેસ

મ્યુકર માઇકોસિસ.. આ નામ સાંભળતાં જ ભલભલાના હાંજા ગગડી જાય.. કારણ કે બ્લેક અને પછી વ્હાઇટ ફંગસની બિમારીએ એવો તો ફફડાટ ફેલાવ્યો હતો.. કે જેમાં પૈસાનુ પાણી થઇ જાય.. અને વ્યક્તિના બચવાના પણ ચાન્સીસ ઓછા રહે.. ચહેરા અને શરીરના કેટલાય ભાગો કાઢી નાંખવા પડે તે તો નફામાં..

image soucre

હવે આ જ ગંભીર બિમારીનુ નિદાન આયુર્વેદની ગીતા એટલે કે સુશ્રુત સંહિતમાં છે.. આયુર્વેદમાં મ્યુકર માઇકોસિસને શિરોકૃમિ તરીકે ઉલ્લેખ કરેલો છે.. અને આયુર્વેદ થકી મ્યુકર માઇકોસિસ એટલે કે શિરોકૃમિનો સફળ પ્રયોગ પ્રથમવાર દેશમાં કરાયો હોવાનો દાવો કરવામાં આવે છે.. અમદાવાદની સરકારી અખંડ આનંદ આયુર્વેદ કોલેજમાં 50 વર્ષના દર્દી પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો.. અને સફળ પણ રહ્યો

ડૉક્ટરે જડબું અને આંખ કાઢવાની આપી હતી સલાહ

50 વર્ષના રજનીકાંત ઓઝાનો કોરોના રિપોર્ટ 25 એપ્રિલે પોઝિટિવ આવ્યો.. અને તેમની ચિંતા વધી ગઇ.. હોસ્પિટલમાં 5 દિવસની સારવાર બાદ તેમનુ બ્લડ સુગર 850 સુધી વધી ગયું.. અને શરીરમાં અલગ અલગ ફેરફાર થવા લાગ્યા.. થોડા દિવસો બાદ જડબાં અને ગાલ પર દુખાવાની સાથે સોજા આવવા લાગ્યા.. ડાબી આંખનુ હલનચલન સંપૂર્ણ બંધ થઇ ગયું.. દાંતના પેઢા પથરા જેવા કડક થઇ ગયા.. અને તપાસ કરાવી તો ડૉક્ટરે બ્લેક ફંગસનો શિકાર થયા હોવાની વાત કરી.. અને તેની સાથે ડૉક્ટરે એમ પણ કહ્યું કે જો જીવ બચાવવો હશે તો આંક અને જડબું કાઢી નાંખવુ પડશે.. આ સાંભળતાની સાથે જ રજનીકાંત ઓઝાના પગ નીચેથી જમીન સરકી ગઇ..

image soucre

જો કે રજનીકાંત ઓઝા મક્કમ હતા.. કે મોત ભલે આવે પરંતુ સર્જરી નહીં કરાવું.. રજનીકાંત ઓઝાને આયુર્વેદ પર વિશ્વાસ હતો.. અને માટે તેઓ સરકારી અખંડ આનંદ આયુર્વેદ કોલેજમાં ગયા.. અને ત્યાં તેમને એક આશાનુ કિરણ દેખાયું

કેવી રીતે કર્યું નિદાન

આયુર્વેદમાં રક્ત નસ્ય એટલે કે દર્દીના જ શરીરના લોહીના ટીપા નાકમાં નાંખ્યા બાદ આયુર્વેદ મિશ્રિત ગૌમૂત્રના ટીપા નાંખવાની ચિકિત્સા પ્રચલિત છે.. અને તે જ પધ્ધતિથી રજનીકાંત ઓઝા પર સારવાર શરૂ કરવામાં આવી… દોઢ મહિના સુધી સતત આ પ્રક્રિયા કરીને આયુર્વેદના નિષ્ણાંતોએ ખૂબ મહેનત કરી.. અને તેમની મહેનત રંગ લાવી.. 11 સપ્ટેમ્બરે રજનીકાંત ઓઝાનો SVPમાં મ્યુકરનો ફરીથી રિપોર્ટ કરાવ્યો.. અને તે રિપોર્ટે રજનીકાંત ઓઝાના જીવમાં જીવ લાવી દીધો.. તે રિપોર્ટ નેગેટિવ હતો.. રક્ત નસ્ય ચિકિત્સાથી મ્યુકરક માઇકોસિ મટાડ્યાનો દેશનો આ પ્રથમ કેસ હોવાનો દાવો આયુર્વેદ કોલેજ કરી રહી છે..

image socure

રજનીકાંત ઓઝાએ જુલાઇમાં પહેલીવાર MRI રિપોર્ટ કરાવ્યો હતો.. જેમાં ફંગલ સાયનાઇટિસનુ નિદાન થયું.. સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલમાં બાયોપ્સી કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો.. ડેન્ટલ કોલેજે જડબું કાઢી નાંખવાની સલાહ આપી.. અને ત્યારબાદ રજનીકાંત ઓઝા 31 જુલાઇએ મ્યુકરની સારવાર અર્થે સરકારી અખંડ આનંદ આયુર્વેદ કોલેજ ખાતે પહોંચ્યા..

દોઢ માસ સુધી ચાલી સારવાર

રક્ત નસ્ય પધ્ધતિથી મ્યુકર માઇકોસિસને મ્હાત આપવા માટે ડૉક્ટર અને દર્દી બંન્નેની મહેનત હતી.. દર્દીએ સહન કરવાનુ હતું.. અને ડૉક્ટર પાસે દર્દીને સાજા કરવાનો પડકાર હતો.. 3 – 3 દિવસના અંતરે દિવસમાં બે વાર તેમના નાકમાં તેમના જ લોહીના ટીપાં સાથે ઔષધિ મિશ્રિત ગૌ મૂત્ર નાંખવાની ચિકિત્સા શરૂ કરવામાં આવી.. 10 જ દિવસમાં દર્દીને ફેરફાર મહેસૂસ થવા લાગ્યો.. અને તાજેતરમાં કરાયેલા રિપોર્ટમાં મ્યુકર નેગેટિવ આવ્યો..

મરવુ કબૂલ પણ સર્જરી નહીં

image soucre

રજનીકાંત ઓઝા પોતાના દર્દીની દાસ્તાંન કહેતા લાગણીશીલ થઇ આવે છે.. તેમણે સમાચાર માધ્યમોમાં મ્યુકરના કેસ અને તેની સર્જરીના કિસ્સા જોયા સાંભળ્યા વાંચ્યા હતા.. અને તે જ પહાડ જ્યારે પોતાના પર પડ્યો તો તેમણે મનોમન નક્કી કરી નાંખ્યું હતુ કે મરી જઇશ પરંતુ સર્જરી નહીં કરાવું. ત્રણ ડૉક્ટરોએ આંખ અને જડબું કાઢી નાંખવાની સલાહ આપી હતી.. પરંતુ આયુર્વેદ પર મને વિશ્વાસ હતો.. અને તે જ વિશ્વાસથી આજે મને નવજીવન મળ્યું છે.

3000 વર્ષથી આયુર્વેદ પાસે છે નિદાન

આયુર્વેદની ગીતા ગણાતી સુશ્રુત સંહિતામાં શિરોકૃમિનો ઉલ્લેખ છે.. જેના તમામ ચિન્હો મ્યુકર માઇકોસિસ સાથે મળતા આવે છે.. અને માટે જ સુશ્રુત સંહિતામાં દર્શાવ્યા મુજબ ચિકિત્સા કરી.. અને પરિણામ તમારી સામે છે. – રામ શુક્લ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અખંડ આનંદ આયુર્વેદ કોલેજ

એક કેસથી શું સાબિત થાય..?

image soucre

આ નિદાન બાદ જ્યારે એલોપેથીના ડૉક્ટરને પુછ્યું તો તેમણે કહ્યું કે આ છૂટો છવાયો કેસ હોઇ શકે.. એક કેસ પરથી જનરલ સ્ટેટમેન્ટ ન કરી શકાય.. આયુર્વેદમાં ખરેખર મ્યુકર માઇકોસિસનો સચોટ ઇલાજ હોય તો તેમણે આગળ આવીને યોગ્ય જગ્યાએ રિસર્ચ રિપોર્ટ રજૂ કરવો જોઇએ.. – ડૉ કલ્પેશ, પટેલ, ENT, સિવિલ હોસ્પિટલ

દેશમાં મ્યુકરની બિમારી તેના ગુણધર્મ ફંગસની જેમ જ ફેલાઇ હતી.. અને જો આયુર્વેદમાં નિદાન છે તો તે પધ્ધતિને પણ ધ્યાને લેવી જરૂરી છે.. બની શકે કે વાઢકાપ વગર પણ દર્દી પોતાના જ લોહીથી સાજો થઇ જાય.