શું તમે જાણો છો માત્ર કોવિડ-૧૯ જ નહિ પણ વિશ્વના આ ૨૧૯ વાયરસ પણ છે આપણા માટે જીવલેણ..

મિત્રો, હાલ જોતા-જોતા સમગ્ર વિશ્વમા કોવિડ-૧૯ સંક્રમિત લોકોની સંખ્યા ૭.૬૧ કરોડને પાર પહોંચી ચુકી છે. સમગ્ર વિશ્વ હવે કોરોના વાઈરસના વેક્સિનેશન તરફ આગળ વધી રહ્યુ છે. તેવામા હાલ બ્રિટનમા વાઈરસના મ્યુટેશને ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે. જો કે, અહી કોરોના એકમાત્ર વાઈરસ જ નથી જે વ્યક્તિના જીવ માટે જોખમકારક સાબિત થાય. સમગ્ર વિશ્વમા પ્રવર્તમાન સમયમા ટોટલ ત્રણ લાખ કરતા પણ વધારે વાઈરસ છે અને તેમાથી ૨૧૯ જેટલા વાઈરસ આપણા માટે ખુબ જ જોખમકારક છે.

image source

માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. વિજય લતા રસ્તોગીએ એક ખુબ જ પ્રચલિત ન્યુઝપેપરના રિપોર્ટર સાથે વાતચીત કરી ત્યારે આવા અનેક જીવલેણ વાઈરસની વાત જાણવા મળી. આ ડોક્ટર અજમેર સ્થિત જે.એલ.એન. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગમા બનેલા કોવિડ ટેસ્ટિંગ લેબના પ્રમુખ નોડલ અધિકારી છે. તો ચાલો આજે આ વાતચીત દરમિયાન જે પ્રશ્નાવલી થઇ અને તેના જે જવાબ જાણવા મળ્યા તેના વિશે આપણે માહિતી મેળવીશું.

image source

પહેલો પ્રશ્ન કઈક એવો હતો કે, સમગ્ર વિશ્વમા કેટલા વાઈરસ છે અને તેમાથી કેટલા જીવલેણ છે? તેનો પ્રત્યુતર કઈક એવો હતો કે, સમગ્ર વિશ્વમા અંદાજે ૩.૨૦ લાખ વાઈરસ છે. એક અંદાજ મુજબ સતર લાખ એવા વાઈરસ છે કે, જેને હજુ શોધવાના પણ બાકી છે. આ સિવાય ૨૧૯ જેટલા એવા વાઈરસ પણ છે કે, જે લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

image source

ત્યારબાદનો પ્રશ્ન કઈક એવો હતો કે, અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાઈરસ કયો છે? તેના પ્રત્યુતરમા બે વાઇરસના નામ આવ્યા માર્બગ કે જે ૧૯૬૭ મા આવ્યો હતો અને ઈબોલા કે જે વર્ષ ૧૯૭૬મા આવ્યો હતો, તે અત્યાર સુધીના સૌથી ખતરનાક વાઈરસ છે. તેનાથી સંક્રમિત થનારા ૯૦ ટકા લોકો મૃત્યુ પામે છે. આ સિવાય રેબીઝ પણ જીવલેણ અને ઘાતક વાઈરસ છે.

image source

તે પછીનો પ્રશ્ન એવો હતો કે, વાઈરસ રહેવા માટે વધુ પડતી કેવી જગ્યાઓ પસંદ કરે છે? ત્યારે તેનો પ્રત્યુતર કઈક એવો હતો કે, ઓછા તાપમાન અને ઓછા સૂર્યપ્રકાશવાળી તથા ટ્રોપિકલ રેન ફોરેસ્ટમા આ વાઈરસ વધુ પડતા જોવા મળે છે. આ સિવાય એશિયન અને આફ્રિકન શહેરોમા માંસના બજારમા તે વધારે પડતા જોવા મળે છે.

image source

ત્યારબાદ નો પ્રશ્ન એવો હતો કે, શું એવા પણ કોઈ વાઈરસ હોય છે કે, જેમા સંક્રમણના લક્ષણો જોવા મળતા નથી? તેના પ્રત્યુતરમા તેમણે જણાવ્યુ કે, અંદાજે ૫૫ થી ૭૪ ટકા એવા વાઈરસ ઈન્ફેક્શન છે કે જેનાથી સંક્રમિત થયા બાદ કોઈ લક્ષણો જોવા મળતા નથી. જેમકે, હર્પીઝ, કોવિડ અને એઈડ્સ વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત