આ શહેરના લોકોની લાઈફસ્ટાઈલ જોઈને તમને પણ થશે ઇર્ષા, જાણો તો ખરા ઓફિસે કાર નહિં પણ શું લઇને જાય છે…

તમે આ તો સાંભળ્યું જ હશે કે શહેરમાં રહેતા દરેક લોકોની પાસે તેમની પોતાની કાર હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા શહેર વિશે સાંભળ્યું છે કે જ્યાં રહેતા દરેક વ્યક્તિનું પોતાનું વિમાન હોય. એટલું જ નહીં, આ શહેરના લોકો ઓફિસ અથવા તેમના કામ પર જવા માટે પણ વિમાનનો ઉપયોગ કરે છે. તમને આ વાત થોડી વિચિત્ર લાગતી હશે પરંતુ આ સાચી વાત છે.

image source

આ શહેરમા વિમાન રાખવું સામાન્ય વાત

ખરેખર આ હવાઈ શહેર અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો પાઇલટ છે. આવી સ્થિતિમાં વિમાન રાખવું સામાન્ય વાત છે. આ સિવાય આ શહેરમાં ડોકટરો, વકીલો વગેરે પણ રહેશે, પરંતુ આ લોકો વિમાન રાખવાના શોખીન પણ છે. આ શહેરમાં રહેતા લોકોને વિમાનોનો એટલો શોખ છે કે દર શનિવારે સવારે દરેક એકઠા થાય છે અને સ્થાનિક એરપોર્ટ પર જાય છે.

image source

આ શહેરના રસ્તાઓ પણ પહોળા છે

હવાઈ શહેરમાં વિમાનના માલિક હોવુ એકદમ એવુ જ છે જેમ કારના માલિક હોવું. અંહી કોલોનીની ગલીઓમાં અને લોકોના ઘરની સામે બનેલા હેંગરમાં વિમાનો જોઇ શકાય છે. હેંગર એ જગ્યા હોય છે જ્યાં વિમાન વગેરેને મૂકવામાં આવે છે. આ શહેરના રસ્તાઓ પણ પહોળા છે, જેથી પાઇલટ્સ તેનો ઉપયોગ રન-વે તરીકે કરી શકે.

image source

શેરીના નામ પણ વિમાનો સાથે સંકળાયેલા છે

તમને જણાવી દઈએ કે, આ શહેરમાં વિમાનોની પાંખોને નુકસાન ન થાય તે માટે, રસ્તાના ચિહ્નો અને લેટરબોક્સેસને સામાન્ય કરતા ઓછી ઉચાઇએ લગાવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં, શેરીના નામ પણ બોઇંગ રોડ જેવા વિમાનો સાથે સંકળાયેલા છે.

image source

ટિકિટોક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

આ વિસ્તારનો ટિકિટોક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરેક ઘરની સામે એક વિમાન જોવા મળે છે. આ વિડિયો કેલિફોર્નિયાના હવાઈ પાર્ક વિસ્તારનો છે (કેમેરન એરપાર્ક) સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા @Thesoulflily દ્વારા ટિકટોક પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગભગ તમામ નાગરિકો પાસે વિમાન છે જે તેઓ હેંગરમાં રાખે છે, ઠીક તેવી જ રીતે જે રીતે અન્ય લોકો તેમના ગેરેજમાં કાર રાખે છે. જોકે, આ વીડિયો ભારતમાં જોઈ શકાતો નથી કારણ કે ગત વર્ષે ટીકટોક પર ભારતમાં પ્રતિબંધ મૂક્યો હતો.

image source

યુ.એસ.એ વિમાનના સંચાલનને મોટો વેગ આપ્યો

બીજા વિશ્વયુદ્ધ પછી યુ.એસ.એ વિમાનના સંચાલનને મોટો વેગ આપ્યો અને આ માટે દેશમાં ઘણા વિમાનમથકો બનાવવામાં આવ્યા. 1939માં ત્યાં પાઇલટની સંખ્યા 34,000 હતી, જે 1946 સુધીમાં વધીને 4,00,000 કરતા વધારે થઈ ગઈ. આ રીતે, યુ.એસ. નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ દેશમાં રહેણાંક વિમાની મથકોના નિર્માણની દરખાસ્ત કરી હતી, જેનો હેતુ નિવૃત્ત લશ્કરી પાઇલટ્સને સમાવવાનો પણ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!