કોરોનાની ત્રીજી લહેરના જોખમ વચ્ચે અહીં બાળકો ઝડપથી થઈ રહ્યા છે સંક્રમિત, આંકડા જાણી આંખો થઈ જશે ચાર

દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે, પરંતુ તેનાથી વિપરીત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાના સંક્રમણના નવા કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. દક્ષિણમાં કોરોનાના વધતા કેસોએ કોવિડની સંભવિત ત્રીજી લહેરના જોખમને વધુ ઘેરું કરી દીધું છે. આ સાથે જ જે ચર્ચા છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થશે તે અંગે એક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

image source

આ રાજ્યોના કેટલાક મહિનાઓનો ડેટા દર્શાવે છે કે અહીં કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે. આ રાજ્યોમાં સૌથી મોખરે તમિલનાડુ છે. અહીં કોરોનાથી સંક્રમિત લોકોમાં બાળકોની સંખ્યા સતત વધી રહી છે.

image source

આ રિપોર્ટમાં રાહતની વાત પણ સામે આવી છે કે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા કેસોમાં કોઈ વધારો થયો નથી. તમિલનાડુ આરોગ્ય વિભાગ અનુસાર, જાન્યુઆરી 2021 માં કોવિડથી સંક્રમિત બાળકોની સંખ્યા 20, 326 હતી. જે મે મહિનામાં વધીને 71,555 થઈ ગઈ છે.

image source

તમિલનાડુમાં કોરોનાના સંક્રમણના કુલ કેસોની ટકાવારી વધી છે. જૂનમાં અહીં 8.8 ટકા કેસ નોંધાયા હતા, જ્યારે જુલાઈમાં કુલ 9.5 ટકા કેસ નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટમાં તે વધીને 10 ટકા થયા હતા. પેડિયાટ્રિક કોવિડ -19 મેનેજમેન્ટની ટાસ્ક ફોર્સના સભ્ય ડો.શ્રીનિવાસને કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન ભારતમાં કોવિડના લગભગ 12 ટકા કેસો બાળકોના હોઈ શકે છે, પરંતુ તેમાંથી માત્ર 5 ટકાને જ હોસ્પિટલની જરૂર પડી શકે છે.

image source

તેમણે કહ્યું કે અત્યાર સુધીના ટેસ્ટથી જાણવા મળ્યું છે કે કોવિડની ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા બાળકો વધુ ગંભીર નહીં હોય. ચેન્નઈમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ચિલ્ડ્રન્સ હેલ્થના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યામાં વધારો થયો નથી. છેલ્લા આઠ મહિનામાં તમિલનાડુમાં 24 બાળકોના મોત થયા છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટમાં શૂન્ય મૃત્યુ થયા હતા. આ વર્ષે સૌથી વધુ બાળ મૃત્યુ દર જૂનમાં 0.16% નોંધાયો હતો.