આ ઘેટાના શરીર પર થઈ ગયું આખા 35 કિલો ઊન, જોનારાની આંખો ફાટી ગઈ, વીડિયો જોઈ તમે પણ ફફડી જશો

આ ચોકાવનારી વાત છે ઓસ્ટ્રેલિયાની. સામાન્ય રીતે, આપણે ઘેટાં‌-બકરાને ચરતા જોતાં હોઈએ છીએ જેમાં આપણે કોઈ નવાઈ લાગતી નથી. આમ જોઈએ તો રસ્તા અથવા ટેકરી પર ઘેટાં જોવા મળતા હોય છે, અહી ચોકાવનારી વાત ઘેટાંની ત્વચાની બાબતે છે. જ્યારે ઘેટાંની ત્વચાના રૂપમાં એકત્રિત કરવામાં આવતી ઊનનો જથ્થો સામાન્ય કરતા વધુ થઈ જતો હોય છે, ત્યારે તે સૌને પોતાના તરફ આકર્ષે છે. ઊનથી છલોછલ ત્વચા થતાની સાથે ઘેટાંને જોવા અને સ્પર્શ કરવાનું મન બધાને થતું હોય છે.

image source

આવી જ કંઈક ઘટના ઓસ્ટ્રેલિયામાં જોવા મળી હતી. એવુ ઘેટુ કે જેની ઉપરની ત્વચાંમાં ઊનનું થર બની ગયું હોય, તેવા ઘેટાંને ત્યાંના જંગલોમાંથી લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તેના શરીર પર 35 કિલો જેટલું ઉનનું જાડુ પડ જામી ગયું હતું. જાણવા મળ્યું હતું કે, આ ઘેટાંને બરાક નામ આપવામાં આવ્યું છે. એવો કોઈ અંદાજ લગાડવામાં આવ્યો છે કે, આ ઘેટાં ઓછામાં ઓછા 5 વર્ષથી જંગલોમાં ભટકતા હોઈ શકે અને આવી પરિસ્થિતિમાં તેના શરીર પર ઊન ના કાપવાના કારણે આટલું મોટી માત્રામાં ઊન ભેગુ થયું હશે. વિચારી શકીએ કે 35 કિલો ઊન એટલે તે ખુબ મોટો આંકડો કહેવાય.

image source

મળતી માહિતી પ્રમાણે, આ ઘેટાં વિક્ટોરિયન સ્ટેટ ફોરેસ્ટમાં ભટકતા જૂથ દ્વારા મળ્યાં હતાં. તાજેતરમાં જ તેને હવે જંગલમાંથી લઈ જવામાં આવ્યા છે. અત્યારે તેને એનિમલ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખેલ છે, જ્યાં તેની પૂરી કાળજી લેવામાં આવી રહી છે.

image source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એડગર મિશન ફાર્મ સેન્ચ્યુરીના સ્થાપક પામ આહ કહ્યું હતું કે, તેમને વિશ્વાસ નથી કે, ત્વચાના ઉપર એટલું બધું ઊન જમા થયા પછી પણ એક ઘેટું ખરેખર જીવી શકે છે. ઓછામાં ઓછા 5 વર્ષથી આ ઘેટાંની ઊન કાપવામાં આવી નથી. એવું લાગે છે કે જ્યારે આ ઘેટાં નાના હતા, ત્યારથી લઈને આજના દિવસ સુધી તે માત્ર જંગલમાં આજ રીતે પછી તે ભટક્યું હશે. કદાચ તે રસ્તો ભૂલ્યું હશે અને ફરી બહાર આવવાનો રસ્તો નહીં શોધી શક્યું હોય.

image source

બરાક નામના આ ઘેટાંને બચાવ્યા પછી, તેને યોગ્ય જગ્યાએ સુરક્ષીત રાખવામાં આવ્યું છે. હવે તો તેની ત્વચા પરની ભારે ભરખમ ઉનાનો થર પણ દૂર કરવામાં આવ્યો છે. તેના ખોરાકની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, વિશ્વમાં દર વર્ષે આશરે 1.3 મિલિયન ટન ઊનનું ઉત્પાદન થાય છે અને આમાંથી 60 ટકા ઊનનો ઉપયોગ વસ્રો માટે થાય છે. ઓસ્ટ્રેલિયા ઊનનો અગ્રણી ઉત્પાદક દેશ છે અને તેમા પણ ઓસ્ટ્રેલિયામા મોટાભાગનું ઉત્પાદન મેરિનો જાતના ઘેટાંનું હોય છે.

image source

જો કે એક અફસોસની પણ વાત છે કે ઘેટા બકરા કપાવા જઈ રહ્યા છે. ત્યારે કચ્છના તુણા બંદરેથી ઘેટાબકરાની નિકાસ મામલે ડીસામાં જીવદયા પ્રેમીઓએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. ડીસામાં સરકાર ઘેટા-બકરાને સાથે રાખીને સરકાર વિરુદ્ધ બેનરો દર્શાવતા યાત્રા કાઢવામાં આવી. તેમજ ઘેટા-બકરાં ભરેલા વાહનને મંદિર લઈ જવાયા હતા અને ત્યાં મંદિરમાં ભગવાનની પ્રતિમાને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આગામી સમયમાં મુંગા પશુઓની નિકાસ રોકવા સરકાર યોગ્ય નિર્ણય નહી લે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પણ હાલમાં આ ઘેટાંની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!