ના હોય: પેડલ માર્યા વગર 80 કિમી ચાલશે આ સાયકલ, ફિચર્સ જાણીને તમે પણ આજે જ લઇ આવશો ઘરે

સાયકલનો ઇતિહાસ બહુ જૂનો છે. જો કોઈ જૂની પેઢીના વાંચક આ આર્ટિકલ વાંચી રહ્યા હોય તો તેઓને ખબર હશે કે આજથી અમુક દશકાઓ પહેલા સાયકલનો કેવો ઠાઠ માઠ હતો. એ સમયે જે ઘરમાં સાયકલ જેવું વાહન હોય તો પણ તે પરિવાર શ્રીમંત હોવાની છાપ ઉભી થતી. એટલું જ નહીં જે તે સમયે જે તે શહેરની નગર પાલિકા કે વહીવટી તંત્ર દ્વારા સાયકલ ચલાવવા માટે લાઇસન્સ પણ બહાર પાડવામાં આવતું. વળી, સાયકલમાં આગળની હેડ લાઈટ જેને ડાયનેમો પણ કહેવામાં આવતું એ હોવું ફરજીયાત હતું. લોકો પણ સાયકલના હેન્ડલ બોલ્ટ પાસે અને ચેનકવર પર પોતાનું નામ ખાસ પેન્ટર પાસે લખાવતા.

image source

હવે એ દેશી સાયકલનો જમાનો સાવ આથમી તો નથી ગયો પરંતુ એમ જરૂર કહી શકાય કે તેમાં થોડી ઓટ જરૂર આવી છે. છતાં ભારતમાં ખાસ કરીને પંજાબ લુધિયાણા આજની તારીખે પણ સાયકલ ઉદ્યોગના કારખાના ધમધમે છે જે સાયકલ યુગ જીવંત હોવાનો પુરાવો આપે છે. આધુનિકતાની સાથે સાથે આધુનિક સાયક્લો પણ બજારમાં આવી છે.

image source

તાજેતરમાં જ ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ ટુશે (Toutche) એ ભારતીય બજારમાં બદલી રહેલા ટ્રેન્ડને જોતા પોતાની ન્યુ જનરેશન હોલિયો એચ 100 (Heileo H100 electric bicycle) ઇલેક્ટ્રિક સાયકલ લોન્ચ કરી છે. દેખાવમાં તો આ સાયકલ સામાન્ય સાયકલ જેવી જ દેખાય છે પરંતુ તેમાં અનેક લાજવાબ અને કામના ફીચર્સ જોડવામાં આવ્યા છે જે લોકોને પસંદ આવી રહ્યા છે.

image source

કંપનીના જણાવ્યા મુજબ આ ઇલેક્ટ્રિક સાયકલમાં Li – ion બેટરી અને 250 વોટની રિયર હબ મોટર આપવામાં આવી છે. જેના વડે આ Heileo H100 electric bicycle પેડલ માર્યા વિના જ 60 થી 80 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. જ્યારે બેટરી પુરી થઈ જવાની સ્થિતિમાં તમે પેડલ મારીને પણ આ સાયકલ ચલાવી શકો છો.

શરૂઆતમાં કંપનિએ Heileo H100 electric bicycle બે કલરમાં 1). સ્પ્રિંગ ગ્રીન (Spring green) અને વ્હાઈટ (White) રજૂ કરી છે. આ સાયકલની ફ્રેમની સાઈઝ 19 ઇંચની છે. જેના કારણે સાયકલને 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડાવી શકાય છે.

image source

એ ઉપરાંત આ Heileo H100 electric bicycle માં ત્રણ અલગ અલગ ડ્રાઇવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. તેને તમે સામાન્ય સાયકલની જેમ પણ ચલાવી શકો છો. અથવા હેન્ડલબારમાં આપવામાં આવેલા થ્રોટલનો ઉપયોગ કરીને એક ઇલેક્ટ્રિક બાઇકની જેમ પણ ચલાવી શકો છો. ઇલેક્ટ્રિક મોડમાં પેડલ અસિસ્ટ દ્વારા તમે તેનું પરફોર્મન્સ એથી પણ વધુ વધારી શકો છો. તેના એક બાજુના હેન્ડલ બારમાં થ્રોટલ એટલે કે એક્સલેટર આપવામાં આવ્યું છે.

image source

એલ્યુમિનિયમ ફ્રેમ પર તૈયાર કરવામાં આવેલી આ Heileo H100 electric bicycle ને ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ ટુશે (Toutche) એ ભારતમાં 48,900 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરી છે.