સાવધાન, જો તમે પણ આ 7 વસ્તુનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરો છો તો થઈ જાઓ એલર્ટ, નહીં તો થશે મોટું નુકસાન

અનેક વાર અનેક લોકો કેશ ન હોવાના કારણે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી લેવાનું પસંદ કરતા હોય છે. આ સમયે તેમને ખ્યાલ હોતો નથી કે તેમને કઈ ચીજનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવું જોઇએ અને કઈ ચીજોનું નહીં. આજે અમે તમને 7 વસ્તુઓનું લિસ્ટ જણાવીશું જેનું પેમેન્ટ તમારે શક્ય હોય તો ક્રેડિટ કાર્ડથી કરવાનું ટાળવું જેનાથી તમને નુકસાન ભોગવવું ન પડે.

image source

ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી ઉપયોગમાં લીધેલા રૂપિયા તરત જ એકાઉન્ટથી ડેબિટ થતા નથી, તેને ચૂકવવા માટે તમને એક મહિનાનો ગ્રેસ પિરિયડ મળે છે. પણ તેનો ઉપયોગ કરતા સમયે કેટલીક વાતનું ધ્યાન ન રખાય તો એકાઉન્ટ હોલ્ડર્સને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આ માટે મોટાભાગના ગ્રાહકો ક્રેડિટ કાર્ડને એક સામાન્ય પેમેન્ટ ઓપ્શન માનીને ચાલે છે જે ખોટું છે. સાથે જ કેટલીક ચીજો એવી હોય છે જેના માટે તમારે ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરવું નહીં. આમ છતાં કેટલાક લોકો આવી ભૂલો કરે છે અને પસ્તાય છે.

આ કામ માટે ન કરો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ

image source

દેશની સૌથી મોટી બેક એસબીઆઈની તરફથી તેના ગ્રાહકોને એક મેલ મોકલવામાં આવ્યો છે. આ મેલમાં આરબીઆઈના નિર્દેશ આપવામાં આવ્યા છે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડની મદદથી કેટલીક ચીજોના પેમેન્ટ પર રોક લગાવી રાખી છે. તેમાં ફોરેક્સ ટ્રેડિંગ, લોટરી ટિકિટ, કોલ બેક સર્વિસિઝ, બેટિંગ, સ્વીપસ્ટેક્સ એટલે કે ઘોડાની દોડ, ગેમ્બલિંગની લેન દેન અને સાથે એ મેગેઝીનની ખરીદી સામેલ છે જે સરકાર દ્વારા પ્રતિબંધિત છે. એસબીઆઈએ ગ્રાહકોને ચેતવ્યા છે કે કે કેટલાક વિદેશી ફોરેક્સ ટ્રેડિંગ મર્ચન્ટ અન કેસીનો કે અન્ય વેબસાઈટની મદદથી પ્રોડક્ટસ્ અને સર્વિસનો પ્રચાર કરે છે. સાથે તે ગ્રાહકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરાવે છે. પરંતુ તમારે આ ભૂલ કરવાથી બચવું તે યોગ્ય છે.

પેમેન્ટ કર્યા બાદ ફેમાના આધારે થઈ શકે છે કાર્યવાહી

image source

વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ એટલે કે ફેમાના સિવાય અનેક એવા નિયમ લાગૂ છે જેને ધ્યાનમાં રાખીને તમે ઉપરની જગ્યાઓ પર ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકતા નથી. જો તમે એવું કર્યું છે તો તમારી પાસેથી કાર્ડને લઈ લેવામાં આવી શકે છે. કાર્ડ રાખવા માટે પણ બેન લગાવવામાં આવી શકે છે. આ સાથે તમારા પર ઉપરના નિયમ અનુસાર કાર્યવાહી થઈ શકે છે.

ક્રેડિટ કાર્ડ બનાવજાવતા પહેલા નિયમો અને શરતો જાણી લેવા જરૂરી છે

image source

જો તમારી કોઈ ક્રેડિટ કાર્ડની હિસ્ટ્રી નથી તો અરજી કરતા પહેલા આ વાતની જાણકારી રાખી લો. શરૂઆતમાં બેંક કે ક્રેડિટ કાર્ડ જાહેર કરનારી કંપની તમને ખર્ચ કરવા માટે ઓછામાં ઓછી લિમિટ આપશે. પણ જેમ જેમ તમે તેને વદારશો તેમ તેમ તમારી લિમિટને કંપની વધારી આપશે. અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર અલગ અલગ ટર્મ્સ અને કંડીશન હોય છે. આ માટે ટર્મ્સ અને કંડીશનનું ધ્યાન રાખો. કાર્ડ સાથે સંબંધિત વાર્ષિક શુલ્ક, ફાયનાન્સ ફી, ટ્રાન્સફર ફી, કેશ એડવાન્સ ફી, વિદેશી લેનદેન ફી, ઓવર લિમિટ ફીની જાણકારી મેળવી લેવાનું પણ જરૂરી છે.

નક્કી સમયે કરી લો પેમેન્ટ

image source

જો તમે તમારી ક્રેડિટ કાર્ડ લોનનુ ફૂલ સેટલમેન્ટ કરો છો તો તમારે કોઈ વ્યાજ આપવાનું રહેતુ નથી. પણ જો નક્કી સમયમાં પેમેન્ટ નહીં કરો તો તમારે બેલેન્સ રાશિ પર વ્યાજ ભરવું પડે છે. સામાન્ય રીતે આ રેટ 30-40 ટકાનો હોય છે. જો તમે ડેડલાઈનથી પહેલા પૂરું પેમેન્ટ કરી લો તે શક્ય નથી અને ગ્રેસ પીરિયડ પણ ચૂકી જાવ છો તો તમે બાકી રાશિ પર વ્યાજ આપવા માટે તૈયાર રહો.