લાકડા વિણવા સીમમાં ગયેલી 13 વર્ષની બાળકી અચાનક થઈ ગઈ ગુમ

ગાંધીનગરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અને એકની હત્યાનો મામલો હજુ તો તાજો છે ત્યાં જ વધુ એક હૃદયદ્રાવક ઘટના રાજ્યમાં બની છે. આ ઘટના બની છે ભરુચ જિલ્લામાં આવેલા આમોદમાં અહીં એક 13 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ એવી અવસ્થામાં છે જેને જોઈ ભલભલાનું કાળજું કંપી જાય. મૃતદેહ જોઈ શંકા સેવાઈ રહી છે કે તેની સાથે દુષ્કર્મ થયું છે.

ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ નામના ગામમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ગામની જ એક 13 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.

વાપી: 9 વર્ષની બાળકીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર | Gujarat News in Gujarati
image soucre

13 વર્ષની બાળકી બળતળ માટે ગામ નજીક આવેલી સીમમાં લાકડાં વિણવા ગઈ હતી. ત્યારબાદ તે પરત ફરી નહીં અને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. લાકડા લેવા ગયેલી દીકરી લાંબા સમય સુધી પરત ફરી નહીં તો પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી. શોધખોળ દરમિયાન દીકરીની લાશ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવી હતી. આ ઘટનાની જાણ તુરંત જ પોલીસને કરવામાં આવી અને પોલીસની ટીમે બાળકીના મૃતદેહનો કબજો લઈ તેનું પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી.

image soucre

પોલીસમાં નોંધાયેલી જાણકારી અનુસાર સરભાણ ગામે રહેતા પરિવારની 13 વર્ષની દીકરી તેની દાદી સાથે સાંજના સમયે લાકડા લેવા ગયા હતા. પરંતુ અચાનક બાળકી સીમમાંથી ગુમ થઈ ગઈ હતી. કલાકો સુધી બાળકી મળી નહીં તો પરિવાર સાથે આસપાસ રહેતા લોકો પણ તેને શોધવા માટે સીમમાં પહોંચ્યા. લોકોને કપાસના ખેતરમાંથી 13 વર્ષની બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે બાળકીના પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે તેની સાથે શું થયું હતું. પરિવારજનોને તેનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળ્યો હતો ત્યારબાદ તેની માતાએ તેને કપડા પહેરાવ્યા હતા. ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે બાળકી ખેતર સુધી કેવી રીતે પહોંચી અને તેનું મોત થયું તેવું તે શું થયું હશે. આ બધા જ પ્રશ્નોનો જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મળી શકશે.

image soucre

જો કે આ ઘટનામાં વધુ એક બેદરકારી પ્રકાશમાં આવી હતી. આમોદ અને આસપાસના દવાખાનાઓમાં પણ એમ્બ્યુલન્સનો અભાવ છે. જ્યારે બાળકીને હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ત્યારે આ ખામીના કારણે કલાકો સુધી લાશ અટવાઈ રહી હતી. કલાકોની રાહ જોયા બાદ પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થતા મૃતદેહને અંતે ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.