હેમા માલિનીને આવી ઓફર મળતા જ થયુ હતુ કંઇક એવું કે…અમિતાભ બચ્ચન પણ…જાણો અંતે ડ્રિમ ગર્લે શું કહ્યું

બૉલીવુડ અભિનેત્રીઓ માટે પહેલાની સરખામણીમાં હવે ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફાર જોવા મળે છે. પહેલા જ્યાં લગ્ન થતા જ અભિનેત્રીઓનું કરિયર ખતમ માની લેવામાં આવતું હતું તો આજે હિરોઇન લગ્ન પછી ન ફક્ત ફિલ્મો કરી રહી છે પણ માતા બન્યા પછી પણ એમને લીડ રોલ ઓફર થઈ રહ્યા છે જો કે વીતેલા જમાનાની ઘણી અભિનેત્રીઓએ આ પીડા સહન કરી છે જ્યારે લગ્ન થતા જ ફિલ્મમોમાં એમનું મહત્વ ઓછું કરી દેવામાં આવતું હતું.

image source

બોલીવુડની ડ્રિમગર્લ કહેવાતી હેમા માલિની સાથે પણ આવું થયું હતું જ્યારે એમને અમિતાભ બચ્ચનની માતાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. હેમા માલિની અને અમિતાભની જોડી પડદા પર ઘણીવાર સાથે દેખાઈ. જ્યારે પણ બંને સાથે દેખાયા તો દર્શકોએ એમના પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો. હેમાએ ઘણીવાર અમિતાભની પત્ની અને પ્રેમીકાનો રોલ કર્યો પણ જ્યારે એમના લગ્ન થઈ ગયા તો મેકર્સે એમને અમિતાભની માતાનો રોલ આપ્યો. ફક્ત અમિતાભ જ નહીં પણ જીતેન્દ્રની માતાનો રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો હેમા માલિની સિમી ગરેવાલ સાથે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

image source

સિમી ગરેવાલ સાથે વાતચીતમાં હેમાએ કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શુ છે કે જેવા તમે લગ્ન કર્યા તો તમને માતાના રોલ ઓફર થવાનું શરૂ થઈ જાય છે. પહેલા તમે જેની સાથે હિરોઇન તરીકે કામ કર્યું હોય લગ્નના બીજા જ દિવસે તમને એમની માતાનો રોલ મળવા લાગે છે. લગ્ન પછી મારી સાથે પણ એવું થયું હતું મને જીતેન્દ્રની માતા બનવાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. એટલે સુધી કે મેકર્સ ઈચ્છતા હતા કે હું અમિતાભ બચ્ચની પણ માતા બની જઉં.

image source

હેમા આ વિશે વાત કરતા હસી અને કહ્યું કે મેકર્સ મને દિલાસો આપતા હતા કે એ દીકરા અને બાપ બન્નેનું પાત્ર ભજવી રહ્યા છે એટલે તમારે એમની માતાનો રોલ કરવાનો છે. જો કે હું આવા રોલ માટે ના પાડી દેતી હતી. મેં અમુક એવી ફિલ્મો કરી છે પણ હું ખૂબ જ અસહજ મહેસુસ કરતી હતી. જો કોઈ મને લઈને ફિલ્મ બનાવવા માંગે છે જે હું આજે છું તો કઈ વાંધો નહિ પણ રોલ મને કેન્દ્રિત હોવો જોઈએ. માતાનો રોલ કરવાની જરૂર નથી.

image source

સિમિએ એ પછી હેમાને પૂછ્યું હતું કે શુ હીરો સાથે પણ એવું થાય છે? એ વિશે હેમાએ કહ્યું કે ના એવું ફક્ત હિરોઇન સાથે જ થાય છે. હીરો સાથે બિલકુલ આવું નથી થતું. મને એ લોકો આ રોલ એવી રીતે ઓફર કરતા હતા જેમ કે હું જ મધર ઇન્ડિયા બનવા જઈ રહી છું પણ હું કહેતી હતી કે મારે એ નથી કરવા. સિમી ગરેવાલે પણ એ પછી કહ્યું હતું કે મારી સાથે પણ આવું થયું હતું જ્યારે હું હિરોઇન બનીને કામ કરી રહી હતી પણ પછી મને માતાના રોલ મળવા લાગ્યા.

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ સાથે હેમા માલિનીએ બાગબાન, સત્તે પે સત્તા, શોલે, દાસ્તાન, ત્રિશુલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તો જીતેન્દ્ર સાથે હેમાના લગ્નની ખબર પણ આવી હતી. કહેવાય છે કે જીતેન્દ્ર હેમાને ખૂબ જ પસંદ કરતાં હતાં અને એમની સાથે લગ્ન કરવા માંગતા હતા પણ ધર્મેન્દ્રએ પહેલા નક્કી કરી લીધું હતું કે એ હેમાને પોતાની બનાવશે. એ પછી ધર્મેન્દ્રએ એવું ચક્કર ચલાવ્યું કે હેમા પણ એમને પ્રેમ કરવા લાગી અને બન્નેના લગ્ન થઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!