વ્યાપારમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા અને જીવનમાં ખુશીને પરત લાવવા કરી લો તુલસીના આ ખાસ ઉપાયો

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખાસ માનવામાં આવે છે. રોજ તેની પૂજા કરવાની સાથે તેને ઔષધિય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુની પૂજામં તુલસીનો ઉપયોગ કરાય છે.

image source

હુંદુ શાસ્ત્રમાં તુલસીનો છોડ પવિત્ર માનવાની સાથે સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. તેના વિના કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે. માન્યતા છે કે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને સાથે જ નકારાત્મકતા દૂર થાય છે. જ્યોતિષ વિદ્યા અનુસાર તુલસીનો ઉપયોગ ગૃહ ક્લેશ, વિવાહમાં મોડું થવું, વ્યાપારમાં નુકસાન થતું રહેવું વગેરે જેવી સમસ્યામાં રાહત મેળવવા માટે પણ કરવામાં આવે છે. તો જાણો તુલસીના કયા ઉપાયો કરવાથી મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે.

પૂરી થશે મનોકામના

image source

જ્યોતિષના અનુસાર એક પીત્તળના લોટામાં 4-5 તુલસીના પાન નાંખો અને તેને 24 કલાક માટે રહેવા દો. આ પછી બીજા દિવસે સ્નાન કર્યા બાદ આ જળને ઘરના પ્રવેશ દ્વાર પર છાંટો, આ સિવાય ઘરના અન્ય સ્થાન પર આ જળ છાંટી લેવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. માન્યતા છે કે આ ઉપાયને કરવાથી મનોકામનાને પૂર્ણ કરનારી બાધા દૂર થાય છે. ધ્યાન રાખો કે આ કામ કરતી સમયે તમને કોઈ જુએ નહી અને ટોકે નહીં. તેનાથી ઉપાયની અસર રહેશે નહીં.

કન્યાના લગ્ન માટે

image source

જો કોઈ યુવતીના લગ્નમાં મોડું થઈ રહ્યું છે કે પછી તેને ઈચ્છિત જીવનસાથી મળી રહ્યો નથી તો તે યુવતીએ રોજ તુલસીના છોડમાં પાણી ચઢાવવું અને સાથે પોતાની મનોકામના કહેવી. માન્યતા છે કે આ ઉપાયને કરવાથી વિવાહના યોગ જલ્દી બને છે.

વ્યાપારમાં વધારો

image source

વ્યાપારમાં વધારો કરવા ઈચ્છિત વ્યક્તિઓએ કામ વધારેને વધારે વધે તેવી કામના કરવી. આ સાથે ફાયદો અને નુકસાન બંને સમાનાંતરે ચાલી રહ્યા હોય તો નુકસાનને દૂર કરવા માટે ખાસ ઉપાય કરવો. આ સાથે શુક્રવારે સ્નાન કરીને તુલસીમાં કાચું દૂધ ચઢાવવું. આ પછી કોઈ મિષ્ઠાનનો ભોગ લગાવો અને બચેલો પ્રસાદને પરિણિત સ્ત્રીને દાન કરો. માનવામાં આવે છે કે ધીરે ધીરે વ્યાપારનું નુકસાન ઓછું થવા લાગે છે.

વાસ્તુદોષ દૂર કરો

image source

વાસ્તુદોષના કારણે તમારા બનતા કામ પણ બગડે તેવું બને છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર તુલસી સકારાત્મક ઉર્જા આપવાનું કામ કરે છે. જો તમે વાસ્તુદોષની સમસ્યાથી પસાર થઈ રહ્યા છો તો ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો અને તેને નિયમિત રીતે જળ ચઢાવો. આ સાથે ઘીનો દીવો પણ કરો. આ ઉપાયને કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સાથે જ ગૃહ ક્લેશમાં પણ રાહત મળે છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.