અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધી, આ કલાકારોની પહેલી સેલરી જાણીને ચોંકી જશો તમે.

બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવવી સરળ નથી હોતી. કોઈપણ સ્ટારને સફળ થવામાં ઘણા વર્ષો લાગી જાય છે. આજે ભલે આલિશાન બંગલો, મોંઘી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં અને મોટા મોટા ફાર્મ હાઉસના શોખ રાખનાર ફિલ્મ સ્ટાર પોતાની ફિલ્મોમાંથી કરોડો રૂપિયા કમાય છે.

image source

પણ શુ તમે જાણો છો કે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરુખ ખાન જેવા કલાકારો જેમને કોઈ ગોડ ફાધર વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવ્યો છે, એમની પહેલી સેલરી શુ હતી?

શાહરુખ ખાન.

image source

શાહરુખ ખાનની પહેલી કમાણી ફક્ત 50 રૂપિયા હતી જે એમને ગાયક પંકજ ઉદાસના કોન્સર્ટમાં કમાયા હતા. ફિલ્મોમાં અભિનય કરતા પહેલા શાહરુખ ખાને લાંબા સમય સુધી ટીવી શોમાં કામ કર્યું હતું. એમની પહેલી ટીવી સિરિયલનું નામ ફોજી હતું જે વર્ષ 1989માં આવી હતી.

અમિતાભ બચ્ચન.

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની મહેનતના દમ પર નામ અને સોહરત મેળવી. અમિતાભ બચ્ચનના ફેન્સ એમને બિગ બી, શહેનશાહ જેવા ઘણા નામોથી ઓળખે છે. ટીવી કવિઝ શો કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે એ ફિલ્મોમાં આવતા પહેલા કોલકાતામાં એક મેનેજીંગ એજન્સી હોમ નામના ફર્મમાં એક્ઝિક્યુટિવના પદ પર નોકરી કરતા હતા જ્યાં એમની સેલેરી તરીકે એમને 500 રૂપિયા મળતા હતા અને પછી આ સેલરી વધીને 8પપ રૂપિયા થઈ ગઈ હતી. એના લગભગ 7 8 વર્ષો પછી અમિતાભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને આજે એ એક સફળ ફિલ્મ સ્ટાર છે.

અક્ષય કુમાર.

image source

ફિલ્મોમાં એક્સન સીન હોય કે પછી કોઈ ફની પાત્ર, અભિનેત્રી સાથે રોમાન્સ કરવાનો હોય કે પછી કોઈ સામાજિક સંદેશ આપવાનો હોય. અક્ષય કુમાર બોલિવુડના એક એવા એકટર છે જે દરેક પાત્રમાં ફિટ બેસી જાય છે. અક્ષય કુમાર હાલ બોલિવુડના ટોપ પેઈડ એક્ટરમાંથી એક છે. પણ એમની પહેલી આવક ફક્ત 1500 રૂપિયા હતી. એમને 1500 રૂપિયામાં બેંગકોકમાં શેફ અને વેટર તરીકે કામ કર્યું હતું.

ઋત્વિક રોશન

image source

એકટર ઋત્વિક રોશનની પહેલી કમાણી 100 રૂપિયા હતી, આ પૈસાથી એમને પોતાના માટે એક ટોય ટ્રેન ખરીદી હતી. તમને જણાવી દઈએ કે આ કમાણી ફિલ્મ આશામાંથી થઈ હતી. આ ફિલ્મમાં ઋત્વિક રોશન બાલ કલાકાર હતા.

આમિર ખાન

Aamir Khan
image source

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાને પોતાની પહેલી ફિલ્મ કયામત સે કયામત તક માટે દર મહિને 100 રૂપિયા કમાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિર ખાને આ પૈસાને પોતાની માતાને આપી દીધા હતા.