અભિષેક બચ્ચન હિરો બનતા પહેલા બનાવતો હતો ચા, આ અજાણી વાતો જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

હીરો બનતા પહેલા અભિષેક બચ્ચન ચા બનાવતો હતો અને ડ્રાઈવર પણ રહી ચૂક્યો છે

image source

અમિતાભ બચ્ચનના દીકરા તરીકે અભિષેક બચ્ચનને સરળતાથી ફિલ્મોમાં એન્ટ્રી મળી ગઈ એવું જ લગભગ બધાને લાગે છે, જો કે આ વાત સાચી નથી. દરેક અભિનેતાનો પોતાનો સંઘર્ષ હોય છે, પોતાની સ્ટોરી હોય છે. ઘણી વાર ઘણા રહસ્યો રહસ્ય જ રહી જતા હોય છે. જો કે સમય આવતા આ રહસ્યો કોઈકને કોઈક રીતે સામે આવતા જ હોય છે. આજે આવા જ એક સ્ટાર અને એમની શરૂઆતી સમયના સંઘર્ષ વિશે આપણે જાણીશું.

image source

શું તમને લાગે છે કે અભિષેક બચ્ચન કોઈના માટે ચા બનાવતા હોય? કે કોઈના માટે ડ્રાઈવિંગ કરતા હોય? કે ફિલ્મના શુટિંગ ચાલતા હોય ત્યારે સ્ટુડીયોમાં સાફ સફાઈના અને એવા બધા કામ કર્યા હોય? અરે નહિ, તમે કોઈ પણ રીતે આ બધું માની જ ન શકો. જો કે આ બધું જ સત્ય છે. અમિતાભ બચ્ચન બોલીવુડના બીગ-બી હોવા છતાં એમના દીકરા અભિષેક બચ્ચને પોતાના જીવનમાં અનેક સ્ટ્રગલ કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

image source

આપને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને પોતાનું બોલીવુડમાં ડેબ્યુ રેફ્યુજી ફિલ્મ દ્વારા કર્યું હતું. આ ફિલ્મ ૨૦૦૦ના વર્ષમાં આવી હતી, જેમાં અભિષેકે કરીના કપૂર સાથે કામ કર્યું હતું. ત્રણ વર્ષ સુધી અભિષેકની એક પણ ફિલ્મ ખાસ ચાલી નહિ. અભિષેકની દરેક ફિલ્મો ફ્લોપ પર ફ્લોપ જઈ રહી હતી. જો કે આના કારણે તેઓ એટલો આત્મવિશ્વાસ ગુમાવતા કે એમને ઘરની બહાર નીકળવાનું મન પણ ન થતું. આ બધું બહો ઓછા લોકો જનતા હશે જો કે આ બાબતે હાલમાં જ અભિષેક બચ્ચને એક કબુલાત કરી એમાં જણાવ્યું છે.

image source

બોલીવુડની ફિલ્મમાં કામ મેળવવા માટે અભિષેક બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા નાના લેવલથી શરૂઆત કરી હતી. એમણે ડ્રાઇવરથી લઈને ચા વાળા સુધીના તમામ કામો એ શરૂઆતી સમય દરમિયાન કર્યા છે. એટલું જ નહીં અભિષેકે સ્ટુડિયોમાં સાફ સફાઈના કામો પણ કર્યાં હતા. અમિતાભ બચ્ચનના પુત્ર હોવાથી અભિષેક બચ્ચનને ફિલ્મોમાં સરળતાથી એન્ટ્રી મળી હશે એવું જરાય વિચારવું નહી. અભિષેક બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો કે-પહેલી ફિલ્મ માટે તેણે ઘણી મહેનત કરવી પડી હતી. એ સમયમાં તો એ માત્ર એક પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જ કામ કરતો હતો.

image source

અભિષેકે વાત કરી હતી કે, મને એક ફિલ્મ મળવામાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. જો કે શરૂઆતમાં પ્રોડક્શન બોય તરીકે કામ કરતી વખતે હું લોકો માટે ચા પણ બનાવતો હતો. તેમ જ સ્ટુડિયોની સાફ સફાઈ પણ કરતો હતો. જાણીને આશ્ચર્ય થશે પણ એ સમયે હું અરશાદ વારસીનો ડ્રાઇવર પણ રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત