એક્ટર નવાઝુદ્દીને નોટિસ ફટકારી આલિયાએ માંગ્યા ડિવોર્સ, નવાઝ અંગે કર્યો મોટો ખુલાસો

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું અંગત જીવન ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે તેની પત્ની આલિયા સિદ્દીકીએ તેને નોટિસ ફટકારી અને છૂટાછેડા માંગ્યા છે. આ વાતની પુષ્ટિ એક મુલાકાત દરમિયાન ખુદ આલિયાએ કરી દીધી છે. આ સાથે જ નવાઝુદ્દીનના છૂટાછેડાની વાત બહાર આવી ચુકી છે.

image source

આલિયાએ જણાવ્યાનુસાર તેણે નવાઝને ગત 7 મેના રોજ લીગલ નોટિસ મોકલી છે અને નવાઝુદ્દીન સાથે છૂટાછેડાની માંગ કરી છે. જણાવી દઈએ કે આલિયાએ છૂટાછેડા સાથે મેંટેનેંસની પણ માંગ કરી છે. મેંટનેંસની રકમ કેટલી છે અને તેણે આ રકમ સિવાય છૂટાછેડા માટે નવાઝ સામે કઈ કઈ શરતો રાખી છે તે અંગે આલિયાએ કોઈ સ્પષ્ટતા હાલ કરી નથી. તેણે જણાવ્યું હતું કે હાલ બધું જ જાહેર કરવા માટે યોગ્ય સમય નથી. બધી જ બાબતો સમય યોગ્ય સમયે લોકો સામે આવી જશે.

ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીન અને આલિયા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમય પહેલા જ તિરાડ પડી ચુકી હતી. આલિયાએ 2 મહિના પહેલા જ પોતાનું નામ કાયદાકીય રીતે બદલી અને આલિયાથી ફરીથી અંજના આનંદ કિશોર પાંડે કરાવી લીધું હતું. આલિયાને અંજલિ અને અંજના બંને નામથી ઓળખવામાં આવે છે અને તેના પિતાનું નામ આનંદ કિશોર પાંડે છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દી સિદ્દીકી અને આલિયાએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. બંને 11 વર્ષના લગ્નજીવન બાદ અલગ થવા જઈ રહ્યા છે. તેમણે લવ મેરેજ કર્યા હતા અને અંજનાએ તેનું નામ બદલી અને આલિયા કર્યું હતું. જો કે અંજના નવાઝુદ્દીનની બીજી પત્ની છે. અંજના પહેલા નવાઝે શીબા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. શીબા નૈનીતાલની નજીક આવેલા હલ્દવાનીની રહેવાસી હતી. નવાઝના આ લગ્ન અરેન્જ મેરેજ હતા. તેણે પોતાની માતાની પસંદની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન 6 માસ પણ ચાલ્યા નહીં અને બંને વચ્ચે છૂટાછેડા થયા. આ લગ્ન તુટ્યાના 6 જ મહિનામાં નવાઝે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંજના સાથે લગ્ન કરી લીધા.

image source

નવાઝુદ્દીનથી અલગ થવાનું કારણ જણાવતા આલિયાએ કહ્યું હતું કે નવાઝથી અલગ થવા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી અનેક કારણ છે. આ તમામ કારણ ગંભીર હોવાથી તેણે અલગ થવાનો નિર્ણય કર્યો છે. નવાઝ અને આલિયા વચ્ચે તકરાર તેમના લગ્નના બીજા જ વર્ષથી શરુ થઈ ચુકી હતી. પરંતુ તે છેલ્લા 10 વર્ષથી સ્થિતિ સુધરે તેવા પ્રયત્નો કરતી હતી. પરંતુ હવે તેનાથી સહન કે સુધારો થઈ શકે તેમ ન હોવાથી તેણે છૂટાછેડાની માંગ કરી છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત