માધુરીના આ ક્રિકેટર સાથે થવાના હતા લગ્ન, પણ પછી આ એક ભૂલને કારણે થઇ ગયુ બધુ કંઇક એવુ કે, ક્રિકેટરનુ ખલાસ થઇ ગયુ કરિયર

માધુરી દીક્ષિત સંજય દત્ત પછી અજય જાડેજા સાથેના અફેયરના કારણે ક્રિકેટરનું કરિયર ડૂબી ગયું હતું.

image source

બોલીવુડના સિતારાનું જીવન હંમેશા મીડિયા માટે ખુલ્લા સ્ટેજ જેવું જ હોય છે. જ્યાં મીડિયા દ્વારા ગમે ત્યારે નજર કરી શકાય છે. અવારનવાર બોલીવુડના અંદરના સમાચાર પણ જાહેર થતા રહે છે. માધુરી દીક્ષિતની ફિલ્મો સિવાય એમના અફેયરની અફવાઓ અંગેની ચર્ચાઓ પણ ત્યારે ચાલતી હતી. આજે આપણે જાણીએ બોલીવુડની ડાન્સિંગ કિવીનના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો. માધુરીને ધકધક ગર્લ પણ કહેવાય છે.

ધકધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની અભિનય પ્રતીભા સાથે ડાન્સ પ્રતિભા માટે પણ બોલીવુડમાં પ્રખ્યાત છે. પોતાની અદાઓ અને હાસ્ય દ્વારા એ આજે પણ અનેક દિલો પર રાજ કરે છે. એના ફિલ્મ કરિયર સાથે એની પ્રતિષ્ઠાને આજે પણ કોઈ આંચ આવી નથી. જો કે બોલીવુડમાં દરેક સ્ટારનો એક સમય હોય છે. માધુરીના સમયમાં તેમના ફિલ્મોના કિસ્સાઓ સાથે એમના અફેયર અંગેના કિસ્સાઓ પણ ચર્ચામાં રહેતા હતા. ૫૩ વર્ષની હોવા છતાં આજે પણ, તે યથાવત યુવાન દેખાય છે. તો આજના આ આર્ટીકલમાં બોલીવુડની ધકધક ગર્લ ગણાતી માધુરી દીક્ષિત વિશે કેટલીક જાણી-અજાણી વાતો જોઈશું…

image source

એ વખતની મડીયાની ચર્ચાઓમાં એક ચર્ચા અજય જાડેજા અને માધુરી દીક્ષિત વિશે પણ હતી. અજય જાડેજા અને માધુરી દીક્ષિત એક ફોટોશુટ દરમિયાન એકબીજાને પ્રથમ વખત મળ્યા હતા. આ જ મુલાકાત વખતે એ બંને વચ્ચે થોડીક ટ્યુનીંગ જામી હતી. સુત્રોની માહિતીના આધારે માધુરીને અજય સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયેલો. માધુરી દીક્ષિતે પોતાના પ્રેમનો ઇજહાર પણ અજયને કર્યો હતો. બીજી તરફ ભારતીય ક્રિકેટર અજયને પણ માધુરી ગમતી હતી, આમ સબંધ આગળ વધ્યો. અજય જાડેજાને માધુરી દીક્ષિત આ પછી અનેક વખત એકસાથે આવતા જતા જોવા મળતા, તેમ જ કાર્યક્રમોમાં પણ તેઓ સાથે રહેતા હતા.

image source

માહિતીના આધારે માધુરી પર અજયના વધતા જતા આકર્ષણના કારણે એની અસર એમના ક્રિકેટ કરિયર પર થવા લાગી હતી. એમની રમત પર પણ આની અસરો જોવા મળી હતી. અમુક સુત્રો તો એટલે સુધી કહે છે કે માધુરી અજયને પણ બોલીવુડમાં લઇ જવા ઈચ્છતી હતી. સબંધોમાં કોઈ નક્કર સ્થિતિ આવે એ પહેલા જ કિસ્મતે પડખું ફેરવી લીધું અને અજય જાડેજાનું નામ મેચ ફિક્સીંગમાં સંડોવાયું. આ સાથે જ ઉભી થયેલી કોન્ટ્રોવર્સીને કારણે માધુરીએ અજ્યથી અંતર બનાવી લીધું.

માધુરી ત્યારે ઉભરતી અદાકારા હતી એટલે પોતાનું નામ પણ કોઈ કોન્ટ્રોવર્સીમાં સંડોવાય એવું એ ઈચ્છતી ન હતી. બીજી તરફ અજયના પરિવાર વાળા મધ્યમ વર્ગ સાથે સબંધ બનાવવાના વિરોધમાં હતા, એવામાં માધુરીને અજય સાથે સબંધમાં અંતર બનાવી લેવામાં જરાય સમય ન લાગ્યો.

image source

આ પહેલા પણ માધુરી દીક્ષિતના સબંધો વિશેની ચર્ચાઓ થઇ હતી. સંજય દત્ત સાથેના સબંધો ત્યારે ચર્ચામાં હતા પણ પછીથી સંજય દત્તનું નામ પણ 1993ના બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયું. કહેવાય છે કે આ સંડોવણી પછી માધુરીએ આ સબંધમાંથી પણ કિનારો કરી લીધો હતો. માધુરી કદાચ ત્યારે પણ કોઈ કારણ સર પોતાના કરિયર પર આ પ્રકારની કોઈ કોન્ટ્રોવર્સીનો પડછાયો પાડવા દેવાના પક્ષમાં ન હતી.

છેલ્લે વર્ષ 1999માં માધુરી દીક્ષિતે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી એ અમેરિકામાં જ સ્થાયી થઇ ગયા અને લાંબા સમય સુધી એમણે કોઈ પણ ફિલ્મમાં કામ નોહતું કર્યું. પણ પછીથી તે ભારત પછી આવી ગઈ હતી અને મુંબઈને જ પોતાનું ઘર બનાવી લીધું.

image source

આજે માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેના બે બાળકો છે. શરૂઆતમાં માધુરી દીક્ષિત અમેરિકામાં સ્થાયી થઈ હતી, આ દરમિયાન તેઓ બોલીવુડથી દુર રહી હતી. ત્યાર બાદ એ પરિવાર સહીત મુંબઈ રહેવા આવી ગઈ, આ દરમિયાન તેમણે બોલીવુડની અમુક ફિલ્મોમાં કામ પણ કર્યું. જેમાં ‘આ જા નચ લે’, ‘ગુલાબ ગેંગ’ અને ‘કલંક’ જેવી ફિલ્મો સામેલ છે.

Source: Jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત