સલમાને કેટરીના માટે ગાયુ આ મસ્ત ગીત, વિડીયો જોઇને તમે પણ આવી જશો રોમેન્ટિક મુડમાં

કેટરિના કૈફ માટે સલમાન ખાને ગાયું ગીત, અન્ય બોલિવૂડ સ્ટાર્સ જોતા જ રહી ગયા

સોશિયલ મીડિયામાં અત્યારે સલમાન ખાન અને કેટરિના કૈફના કોઈ એવોર્ડ કાર્યક્રમ સમયનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

નવી દિલ્હી: સલમાન ખાન એ બોલિવૂડ જગતના એવા અદાકાર છે, જે કોઈ પણ સંજોગોમાં મીડિયાની હેડલાઇન્સમાં બનેલા રહેતા હોય છે. બોલીવુડ જગતના ભાઈજાન હંમેશા લોકોની નજરોથી ઘેરાયેલા રહે છે, એમનું ફેન ફોલોઈંગ પણ ગજબનું છે. વર્તમાન સમયે વૈશ્વિક કોરોના રોગચાળાને કારણે અન્ય દેશોની જેમ જ દેશમાં પણ લોકડાઉન લગાડવામાં આવેલું છે. પણ આ દરમિયાન એમણે જેકલીન ફર્નાન્ડીઝ સાથે પોતે જ ગાયેલું ગીત ‘તેરે બીના’ રિલીજ કરી નાખ્યું હતું.

સલમાન ખાનના આ ગીતે રિલીજ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી હતી. સલમાન ખાન અત્યારના સમયમાં સંગીત ક્ષેત્રમાં વધુ રસ લઇ રહ્યા છે, જો કે આ પહેલા પણ એમણે ઘણી વાર પોતાના અવાજમાં ગાવાની કોશિશ કરી છે. એમના ગાવાના શોખને લાગતો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ કેટરીના કૈફ માટે ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

લોકડાઉનના ત્રીજા તબક્કામાં સલમાન ખાનનો આ થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયામાં અઢળક લોકો દ્વારા જોવાઈ રહ્યો છે. આ વિડીયો કોઈ એવોર્ડ શો દરમિયાન લેવાયેલો હોય એવું દેખાઈ રહ્યું છે, જેમાં સલમાન ખાન હાથમાં માઈક પકડીને પ્રેક્ષકોની વચ્ચે ઉતરી ગયા છે અને ત્યાંથી સીધા જ કેટરીના કૈફ જોડે પહોચી ગયા. પછી બધા જ કલાકારો સામે એમણે કેટરીના માટે ગીત પણ ગાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan) on

આ વિડીયો ફિલ્મી જ્ઞાન નામના ઈંસ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. તમને એ પણ જણાવી દઈએ કે સલમાન ખાન જલ્દી જ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ હીરો’ ફિલ્મમાં નજરે પડવાના છે. આ ફિલ્મમાં એમની સાથે દિશા પટની અને રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આમ તો આ ફિલ્મ ઇદના દિવસે જ રિલીજ થવાની હતી, પણ લોકડાઉનના કારણે ફિલ્મની એડીટીંગનું કામ બાકી રહી ગયું છે, જેના કારણે એની રિલીજ ડેટ ટાળવામાં આવી શકે છે.

image source

કેટરીના કૈફના કામ વિશે જો વાત કરવામાં આવે તો છેલ્લી વખત તે સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં જોવા મળી હતી. 2019 ની સુપરહિટ ફિલ્મમોમાં ગણાતી ‘ભારત’ ફિલ્મમાં કેટરીનાના પાત્રની બધાયે ઘણી જ પ્રસંશા કરી હતી. ત્યાં બીજી બાજુ, હવે જલ્દી જ કેટરીના કેફ અક્ષય કુમાર સાથે એકવાર ફરી ફિલ્મ સૂર્યવંશીમાં નજરે પડશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આમ તો 24 માર્ચના રોજ રીલીઝ થવાની હતી, પણ કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનના કારણે ફિલ્મની રિલીજ રોકી દેવામાં આવી હતી.

Source : NDTV India

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત