દુખદ: આ દેશમાં અચાનક જ મૃત્યુ પામી રહ્યા છે હાથીઓ, કારણ તો જાણું કેવું છે તે

આફ્રિકન દેશ બોત્સવાનામાં છેલ્લા કેટલાક મહિનાઓથી સેંકડોની સંખ્યામાં હાથી મૃત્યુ પામી રહ્યા છે. મે મહીનાથી લઈને અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાના આ દેશમાં આવેલા ઓકાવાંગો ડેલ્ટા ખાતે 350 જેટલા હાથીઓ મૃત્યુ પામ્યાનું સત્તાવાર જાહેર કરાયું છે. હાથીઓના આ રીતે અચાનક મૃત્યુનું કારણ હજુ અકબંધ છે. સ્થાનિક સરકારી તંત્ર દ્વારા મૃત્યુના કારણો જાણવા લેબોરેટરી ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે જો કે એ ટેસ્ટનું પરિણામ આવતા હજુ સમય લાગશે.

image source

નોંધનીય છે કે આફ્રિકામાં રહેતા હાથીઓ પૈકી મોટાભાગના હાથીઓ બોત્સવાનામાં વસે છે. બ્રિટનની નેશનલ પાર્ક રેસ્ક્યુના ડોકટર નિયાલ મેક્કેનએ સમાચાર સંસ્થા બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે વન્ય જીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોએ મે મહિનાની શરૂઆતમાં જ સરકારને આ બાબતે ચેતવણી આપી હતી.

image source

ડોકટર નિયાલ મેક્કેનના કહેવા મુજબ તેઓ જ્યારે ડેલ્ટા ક્ષેત્ર ઉપર ત્રણ કલાકની હવાઈયાત્રા કરી રહ્યા હતા ત્યારે સંરક્ષણ કાર્યકર્તાઓને હાથીના 169 મૃતદેહો દેખાયા હતા. એક મહિના બાદ ફરી આ જ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે મૃત હાથીઓના 350 મૃતદેહો જોવા મળ્યા. જો એમ માની લેવામાં આવે કે આ હાથીઓના મૃત્યુ દુષ્કાળને કારણે થયા હશે તો એ પણ આ ઘટના સાથે બંધબેસતું કારણ નથી.

image source

ડોકટર નિયાલ મેક્કેન આ કારણની દલીલ આપતા જણાવે છે કે જો દુષ્કાળને કારણે હાથી મૃત્યુ પામ્યા હોય તો મરનારમાં ફક્ત હાથી ન હોય પરંતુ દુષ્કાળના કારણે અન્ય જંગલી જીવો પણ મૃત્યુ પામ્યા હોય. વળી, આ ગેરકાયદેસર શિકારનો મામલો પણ નથી કારણ કે જો એમ હોત તો શિકાર કરેલા અન્ય જાનવરો પણ મળ્યા હોત.

image source

ડોકટર મેક્કેન એંથ્રેક્સને કારણે હાથીઓ મૃત્યુ પામ્યા હોવાની શક્યતાને પણ નકારી રહ્યા છે. જો કે તેઓ અન્ય કોઈ ઝેરી પદાર્થને કારણે અથવા કોઈ જીવલેણ બીમારીને કારણે હાથી મૃત્યુ પામ્યાની આશંકા દર્શાવે છે કારણ કે મૃત્યુ પામેલા હાથીઓ પોતાના મોં બાજુએથી નીચે પડી ગયા હોવાનું જોવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ બોત્સવાનાનાં આ સ્થાને જ લગભગ 100 જેટલા હાથીઓનું મૃત્યુ થયું હતું.

image source

જો કે એ વાતની શક્યતા પણ છે કે કોઈ એવી બીમારી પણ જંગલમાં પ્રવેશી હોય જે માનવ વસ્તીમાંથી આવી હોય. અને તેનો સ્ત્રોત જમીન અથવા પાણી પણ હોય શકે. જો કે સ્પષ્ટ કારણ તો લેબ ટેસ્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

image source

બોત્સવાનાનાં વન્ય જીવ અને રાષ્ટ્રીય ઉદ્યાનના કાર્યવાહક નિર્દેશક ડોકટર સાઈરીલ ટોલોના કહેવા મુજબ હાલ સુધીમાં ઓછામાં ઓછા 280 હાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે. અને આ વિસ્તારના અન્ય જાનવરો વિશે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!