સલમાન ખાને કહ્યું કે જ્યારે આદિત્ય નારાયણ બાળક હતો ત્યારે હું એનું નાક લૂછતો હતો, જવાબ મળ્યો કે ભાઈજાન હજી જવાન છે..

અભિનેતા સલમાન ખાને ગાયક આદિત્ય નારાયણને જૂના દિવસોની યાદ અપાવી. સિંગિંગ રિયાલિટી શો સારેગામાપામાં પહોંચેલા સલમાન ખાને જૂના સમયને યાદ કરતા કહ્યું કે જ્યારે આદિત્ય નારાયણ નાનો હતો, ત્યારે તે એનું નાક લૂછતો હતો. વાત જાણે એમ છે કે ગાયક હોવા ઉપરાંત, આદિત્ય નારાયણ રિયાલિટી શો પણ હોસ્ટ કરે છે. તે સારેગામાપા શો હોસ્ટ કરે છે. આદિત્ય નારાયણએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે સલમાન ખાન સાથે ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’માં કામ કર્યું હતું.

image soucre

સલમાન ખાને કહ્યું કે તેણે આદિત્ય નારાયણ સાથે ત્યારે કામ કર્યું હતું જ્યારે એ ત્રણ ચાર વર્ષનો હતો. તેણે કહ્યું, તે ફિલ્મ જબ ‘પ્યાર કિસી સે હોતા હૈ’ના શૂટિંગ દરમિયાન હતું. તે સમયે આદિત્ય નારાયણ બાળક હતો અને હું તેનું નાક લૂછતો હતો.

સલમાન ખાનની આ વાત સાંભળીને આદિત્ય નારાયણ કહે છે કે, “મારું નાક હંમેશા વહેતું રહેતું હતું અને તે હંમેશા મારા માટે હાજર રહેતા હતા.” હવે જુઓ હું મોટો થયો છું અને સલમાન ભાઈ હજુ યુવાન અને ડેશિંગ છે.

image soucre

સલમાન ખાન પોતાની ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથના પ્રમોશન માટે આ રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને યાદ કર્યું કે કેવી રીતે તેણે 1998ની ફિલ્મ ‘ જબ પ્યાર કિસી સે હોતા હૈ’ દરમિયાન આદિત્ય નારાયણનું નાક સાફ કર્યું હતું.

image soucre

આ ફિલ્મમાં આદિત્ય નારાયણે ત્રણ-ચાર વર્ષના બાળકની ભૂમિકા ભજવી હતી. જ્યારે તે સમયે તેની વાસ્તવિક ઉંમર લગભગ 10 વર્ષની હતી. આ એપિસોડ સપ્તાહના અંતે પ્રસારિત કરવામાં આવશે. આ શોના પ્રોમોમાં સલમાન ખાન અને સેટ પર હાજર દરેકને મસ્તી કરતા જોઈ શકાય છે. શોના પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે સેટ પર સલમાન ખાનની ધમાકેદાર હાજરી છે

image soucre

આપને જણાવી દઈએ કે, આદિત્ય નારાયણએ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે. બન્નેની પહેલી મુલાકાત તેમની ડેબ્યૂ ફિલ્મ ‘શાપિત’ના સેટ પર થઈ હતી. ફિલ્મ બાદ તેમણે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ પરણી જવાનું નક્કી કર્યું. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ઉદિત નારાયણને આદિત્યના રિલેશનશિપ વિશે જાણ નહોતી જ્યારે તેમના પત્ની દીપા બધું જાણતા હતા. હકીકતમાં, તેમણે જ કપલને પહેલીવાર એકબીજા સાથે ડેટ પર જવા માટે રાજી કર્યા હતા.