ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે વિક્કી અનેં કેટરીના? મેનેજરને મળવા પહોંચ્યા તો ફેન્સમાં થયો હોહા

બોલિવુડના જાણીતા એકટર વિક્કી કૌશલ અને બાર્બી ડોલ કહેવાતી કેટરીના કેફ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. વિક્કી અને કેટરીનાના અફેરની ખબરો સતત ચર્ચામાં રહે છે. એટલું જ નહીં થોડા સમય પહેલા તો એક ફોટો વાયરલ કરીને એટલે સુધી કહેવામાં આવ્યું હતું કે એમને રોકા પણ કરી લીધો છે. તો હવે એવી ખબર સામે આવી છે જેમાં બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી વાત ચાલી રહી છે. એટલે સુધી કે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના સબ્યસચીનો વેડિંગ આઉટફિટ પહેરવાની છે.

image socure

જો કે આ બધી જ ખબરો ખોટી છે અને હમણાં બન્નેના લગ્ન કરવાના કોઈ પ્લાન નથી. તો આ બધી અફવાઓ વચ્ચે વિક્કી કૌશલ અને કેટરીના કેફને સેલિબ્રિટી મેનેજર રેશમાં શેટ્ટીની ઓફિસની બહાર સ્પોટ કરવામાં આવ્યા. વિક્કી અને કેટરીના ઓફીસ આવ્યા પણ અલગ અલગ ગાડીઓમાં બેસીને પરત ફર્યા. જો કે બન્નેએ પેપરાજીને પોઝ આપ્યા.

image soucre

તો હવે ફેન્સ એમના વિશે આવી ખબર સાંભળીને અને એમને જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. માનવ મંગલાનીના ફોટા પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે સારી જોડી છે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે આ જોડી કમાલની છે. હાલમાં જ કેટરીના વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમના સ્ક્રીનીંગમાં પહોંચી હતી. ત્યાં બન્ને એકબીજાને ગળે મળતા અને વાતો કરતા દેખાયા હતા.

image soucre

એટલું જ નહીં કેટરીના કેફે ફિલ્મ જોયા પછી ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના નિર્દેશક અને અભિનેતા વિક્કી કૌશલના ખૂબ જ વખાણ પણ કર્યા હતા. એમને લખ્યું હતું કે શુજીત સરકાર, શુ વિચારે છે. ખૂબ જ ઉમદા ફિલ્મ છે. વિક્કી કૌશલ કમાલની પ્રતિભા છે તમારામાં, એકદમ સાચી અને દિલ તોડનારી

image soucre

એ પછીથી જ એમના અફેરની ખબરોને હવા મળી રહી છે. અત્યાર સુધી ઘણા એવા અવસર આવ્યા જ્યારે વિક્કી કૌશલ અને કેટરીનાનું નામ એકસાથે જોડવામાં આવ્યું છે. જો કે બન્નેએ જ ના પોતાની ડેટિંગની ખબરોને સ્વીકારી છે અને ન તો એનાથી ઇનકાર કર્યો છે. તો રોકાની ખબર પર વિક્કી કૌશલે જણાવ્યું હતું કે એમના માતા પિતાએ એમની ખૂબ મજા લીધી હતી અને મીઠાઈ ખવડાવવા માટે કહ્યું હતું.

image socure

સૌથી પહેલા કરણ જોહરના ચેટ શોમાં કેટરીના કેફે કહ્યું હતું કે એમને લાગે છે કે સ્ક્રીન પર એમની અને વિકકીની જોડી સારી લાગશે. આ વાત જ્યારે કરણે વિકકીને જણાવી તો એ કાઉચ પર બેહોશ થઈ ગયા હતા. એ સિવાય બન્ને સ્ટેજ શો પર પણ ફ્લરટિંગ કરતા જોવામાં આવ્યા જેનાથી એમના અફેરની ખબરો વધુ ચર્ચામાં આવી ગઈ.