સાચવજો: એપ્રિલ મહિનાની આ તારીખોમાં કોરોનાના કેસમાં આવશે જોરદાર ઊછાળો, કોરોનાની બીજી લહેર ઘાતક…

હાલ એક બાજુ ઉનાળાની શરૂઆતમાં જ ગરમી તેનો પાવર દેખાડવા લાગી છે ત્યારે હવે વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર પણ હવે ફૂંફાડા મારી રહી છે. કોરોના મહામારી ક્યાં જઈને અટકશે તેના વિશે વૈશ્વિક સ્તરે પણ કોઈ નક્કર બાબત નથી જણાવી રહ્યું.

image source

ત્યારે વૈજ્ઞાનિકોએ એક ગાણિતિક મોડલનો ઉપયોગ કરીને એ અંદાજ લગાવ્યો છે કે દેશભરમાં ફેલાયેલ કોરોના મહામારીની હાલની બીજી લહેર એપ્રિલ મહિનાના મધ્યમાં ચરમસીમાએ પહોંચી શકે છે અને ત્યારબાદ મે મહિનાના અંત સુધીમાં કોરોના સંક્રમણના કેસો ધીમે ધીમે ઓછા થવા લાગશે. ભારતમાં કોરોના સંક્રમણની પ્રથમ લહેર દરમિયાન “સૂત્ર” નામક આ ગણિતિક દ્રષ્ટિકોણનું અનુમાન લાગવાયું હતું કે સંક્રમણના કેસો શરૂમાં ઓગસ્ટ મહિનામાં વધશે અને સપ્ટેમ્બર સુધી ચરમ પર હશે અને બાદમાં ફેબ્રુઆરી 2021 માં ઓછા થઈ જશે.

image source

આઈઆઈટી કાનપુરના મનિંદ્ર અગરવાલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ આ મોડલનો પ્રયોગ કોરોના સંક્રમણના કેસોમાં તાજેતરમાં થયેલા વધારા અંગે અધ્યયન કરવા માટે કર્યો હતો. અને તે દરમિયાન જાણવા મળ્યું કે વૈશ્વિક મહામારીની અત્યારની જે લહેર છે તે આગામી એપ્રિલ મહિનાના મધ્ય સુધીમાં ચરમ પર પહોંચી જશે.

image source

મનિંદ્ર અગરવાલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અમને એ વાતની વિશેષ આશંકા છે કે ભારતમાં કોરોના મહામારીના કેસો 15 થી 20 એપ્રિલ દરમિયાન ઘણા વધી જશે. આ બહુ ઝડપથી વધતો ગ્રાફ છે પરંતુ બાદમાં કોરોના કેસોની સંખ્યા ઘટવાની ઝડપ પણ આટલી જ હશે અને મે મહિનાના અંત સુધીમાં કેસ બહુ ઓછા થઈ જશે.

image source

તેમણે વધુમાં જણાવ્યું કે ” કોરોના કેસો ઝડપથી વધવાને કારણે દરરોજના નવા કેસોની ચરમ સંખ્યાનો અંદાજ કાઢવામાં અનિશ્ચિતતાઓ છે. હાલમાં દરરોજ લગભગ એક લાખ જેટલા કેસો સામે આવી રહ્યા છે પરંતુ આ આંકડો ઘટી કે વધી શકે છે. પરંતુ સમય એ જ રહેશે 15 થી 20 એપ્રિલ વચ્ચેનો. વૈજ્ઞાનિકોની આશંકા મુજબ હાલની કોરોના લહેરમાં પહેલું રાજ્ય કે જ્યાં થોડા દિવસોમાં કોરોના કેસો વધવા લાગશે તે પંજાબ હશે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં કેસો વધશે.

વૈજ્ઞાનિકોની ટીપ્પણી

image source

ઉલ્લેખનીય છે કે આઇઆઈટી કાનપુરના પ્રોફેસરે જણાવ્યું જતી કે નવા શીર્ષને લઈને મોડલનું અનુમાન કોરોના સંક્રમણના રોજના કેસોના ડેટા બાબતે સંવેદનશીલ છે. તેઓએ વધુમાં કહ્યું કે દરરોજના કોરોના મહામારીના કેસોની સંખ્યામાં થોડાક ફેરફાર થવાથી તેની ચરમ સંખ્યાના આંકડામાં કેટલાક હજારની સંખ્યાની વધઘટ થઈ શકે છે. પરંતુ કોરોના કેસો ચરમ પર પહોંચવાનો સમય એ જ રહેશે એપ્રિલ મહિનાના મધ્યમાં. હરિયાણાના અશોકા યુનિવર્સિટીના ગૌતમ મેનન સહિત અન્ય વૈજ્ઞાનિકોની વ્યક્તિગત ગણતરી મુજબ પણ કોરોના સંક્રમણ કેસોનો ચરમ સમય મધ્ય એપ્રિલ અને મધ્ય મે મહિનાનો સમય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *