આ સમયે પરિણીતી ચોપડા થઇ ગઇ હતી રિયલમાં રોવા જેવી, લોકોએ મજાક ઉડાડતા કહ્યું હતુ કે…

વધી ગયેલા વજનના કારણે ઉડાવતા હતા પરિણીતી ચોપરાનો મજાક, અભિનેત્રીએ બોડી શેમિંગ કરનાર લોકોને આપ્યો કંઈક આવો જવાબ.

બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા હાલના દિવસોમાં પોતાની ફિલ્મ સાઈનાને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એમને બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલનું પાત્ર ભજવ્યું છે જેના માટે એમના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે કરિયરની શરૂઆતના દિવસોમાં પરિણીતી ચોપરાને પોતાના વધેલા વજનના કારણે ઘણી જ આલોચનાનો શિકાર થવું પડ્યું હતું.

image source

પરિણીતી ચોપરાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે એ એવા લોકો સાથે સહમત હતી. પરિણીતી ચોપરાએ કહ્યું હતું કે “હું એમની સાથે સહમત હતી કે હું સૌથી સારી નહોતી દેખાતી.

image source

હું ફિટનેસ માટે મારુ બેસ્ટ નહોતી આપતી”પરિણીતી ચોપરાએ કહ્યું કે “મને લાગે છે કે હું દુઃખી ત્યારે થતી જ્યારે હું જે કરી શકતી હતી એ બધું જ કરી રહી હોત અને હું ખરેખર એકદમ ફિટ હોત અને લોકો મારા લુકને પસંદ ન કરી રહ્યા હોત. મને લાગે છે એ વાતની મારા પર અસર થતી. પણ હું એમની સાથે સહમત હતી કારણ કે મને ખબર હતી કે હું મારું બેસ્ટ નથી આપી રહી.

image source

અભિનેત્રી પરિણીતી ચોપરાએ બોડી શેમિંગ પર ટિપ્પણી આપતા કહ્યું હતું કે “બોડી શેમિંગ એ આ દુનિયામાં સૌથી બકવાસ વસ્તુ છે. આ કંઇક એ રીતે છે કે કોઈની આંખો કાળી છે તો એના માટે પરેશાન કરવું.” એમને આગળ કહ્યું છે કે “આ ખૂબ જ સામાન્ય વાત છે અને તમારે તમારી ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. સમસ્યા એ છે કે લોકો પોતાની સરખામણી પડદા પર દેખાઈ રહેલા લોકો સાથે કરે છે જ્યારે તમારે બસ ફિટ રહેવાની જરૂર છે.

image source

પરિણીતી ચોપરાએ જણાવ્યું કે “જે લોકો પોતાની જિંદગીથી પરેશાન હોય છે એ લોકો આવી હરકત કરે છે.” તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા હાલમાં જ ફિલ્મ ધ ગર્લ ઇન ટ્રેનમાં દેખાઈ હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં પરિણીતી ચોપરાએ લેડીઝ વર્સીસ રિકી બહલ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે એમને ઓળખ વર્ષ 2012માં આવેલી ફિલ્મ ઇશ્કઝાદેથઈ5 મળી હતી. શુદ્ધ દેશી રોમાન્સ, ગોલમાલ અગેન, કેસરી અને જબરીયા જોડી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી પરિણીતી ચોપરા આ વર્ષે બેક ટુ બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ એ વાતને લઈને ચર્ચામાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *