આ ફૂલની મદદથી ચોમાસામાં કરો વાળની કેર, મળશે પરફેક્ટ રીઝલ્ટ અને વાળ રહેશે હેલ્ધી

ચોમાસાની ઋતુમાં વાળને નરીશમેંટ કરશે જાસુદના ફૂલોની મદદથી બનાવવામાં આવેલ નેચરલ પૈક.

ચોમાસાની ઋતુમાં વાળની વધારે સંભાળ રાખવી પડે છે. વરસાદની ઋતુમાં વાળ વધારે ઝડપથી તૂટે છે. એવામાં હિબિસ્કસનું ફૂલ ખુબ જ ઉપયોગી છે. હિબિસ્કસ એટલે કે, જાસુદનું ફૂલ જોવામાં ખુબ જ સુંદર લાગે છે. આ સાથે જ આ એક આયુર્વેદિક ઔષધિ તરીકે પણ પોતાની ઓળખ ધરાવે છે. આ ફૂલના ઘણા બધા ફાયદા છે. એની ચા પણ બનાવવામાં આવે છે.

ફેસ માસ્ક પણ તૈયાર કરવામાં આવે છે તો વાળને નરીશમેંટ કરવાનું કામ પણ કરે છે. આજે અમે આપને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ જાસુદના ફૂલોની મદદથી વાળને કેવી રીતે નરીશમેંટ કરવામાં આવે છે.

કસમયે સફેદ વાળ આવવાથી જાસુદનું હેર માસ્ક લગાવો.

image source

ડેન્ડ્રફને ખત્મ કરવા માટે જાસુદનો હેર માસ્ક લગાવો.

સૌથી પહેલા રાતના સમયે ૧ ચમચી મેથી દાણાને પલાળી રાખી દેવા. ત્યાર બાદ સવારના સમયે મેથી દાણા અને જાસુદના ફૂલને મિક્સરમાં પીસી લેવા જોઈએ અને એમાં ચોથા ભાગની છાશ મિક્સ કરી દેવી જોઈએ. આ માસ્ક પેકને એક રસ કરી લેવું જોઈએ અને માથામાં ૪૫ મિનીટ માતા લગાવી લેવું જોઈએ. ૪૫ મિનીટ બાદ આપે આ જાસુદ અને મેથી દાણાના હેર માસ્કને માઈલ્ડ શેમ્પુની મદદથી વાળને ધોઈ લેવા જોઈએ. જાસુદ અને મેથી દાણાના આ પેકને આપે અઠવાડિયામાં એકવાર જરૂરથી લગાવવું જોઈએ. જલ્દી જ માથાના જીદ્દી ડેન્ડ્રફથી છુટકારો મળી જાય છે.

જાસુદના ફૂલનું કંડીશનર.

જો આપના વાળ કેમિકલ યુક્ત કંડીશનર લગાવવાથી ખરવા લાગ્યા છે તો આ નેચરલ કંડીશનર આપના માટે ઘણા કામનું છે. ૬ જાસુદના ફૂલ, એક મુઠ્ઠી ભરીને મહેંદીના પાંદડાઓને પીસી લેવા જોઈએ. અને ત્યાર બાદ તેમાં થોડોક લીંબુનો રસ ભેળવી દેવો જોઈએ. આ તમામ વસ્તુઓને એકરસ કરી લેવી જોઈએ અને ત્યાર બાદ તેને વાળમાં લગાવી લો. આ હેર માસ્કને આપે ૪૫ મિનીટ સુધી વાળમાં રહેવા દીધા બાદ શેમ્પુની મદદથી વાળને ધોઈ લેવા જોઈએ. આપે આ હેર માસ્કને અઠવાડિયા દરમિયાન ઓછામાં ઓછુ ૨ વાર આ હેર માસ્કનો પ્રય્ગ કરવો જોઈએ.

image source

સફેદ વાળથી અપાવશે છુટકારો.

આજના સમયમાં કસમયે ઝડપથી સફેદ વાળ આવી રહ્યા છે. એના માટે બે ચમચી જાસુદના ફૂલની પેસ્ટ, 3 ચમચી આદુનો રસ લેવો આ બંને વસ્તુઓને સારી રીતે ભેળવી લેવો જોઈએ. આ હેર પેકને વાળમાં ૩૦ મિનીટ સુધી લગાવીને રહેવા દેવું જોઈએ. આપે હેરપેક લગાવી દીધાના ૩૦ મિનીટ બાદ શેમ્પુથી ધોઈ લેવા જોઈએ. આ હેરપેકને અઠવાડિયામાં બે વાર નિયમિત રીતે જરૂરથી લગાવવો જોઈએ. જલ્દી જ ફરક જોવા મળશે.