આ શહેરોમાં AGL કંપનીને શરૂ કરવા છે નવા CNG પંપ, બિઝનેસ કરવા ઇચ્છુક લોકો કરી શકે છે અરજી

Business opportunities : જો તમે તમારો એક સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવા માંગતા હોય અને તેના વિશે પ્લાનિંગ પણ કરી રહ્યા હોય તો તમારા માટે અમારો આ આર્ટિકલ ઉપયોગી થઈ શકે તેમ છે. કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવી બિઝનેસ તક વિશે વાત કરવાના છીએ જેની કદાચ તમારે આવશ્યકતા હોય. આ તક અસલમાં ગેલ (Gail) અને HPCL ની સંયુક્ત વેન્ચર કંપની અવંતિકા ગેસ લિમિટેડ આપી રહી છે. ત્યારે તમારી પાસે બિઝનેસ કરવાનું સાહસ હોય તો આ એક શાનદાર તક છે. આ બિઝનેસ અંતર્ગત તમે તમારૂ પોતાનું CNG સ્ટેશન શરૂ કરી સરળતાથી પૈસા કમાઈ શકો છો. અને આજના સમયમાં આ એક નફો કરાવતો બિઝનેસ છે જે તમને કદાચ લખપતિ પણ બનાવી શકે છે.

image soucre

જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો અને પ્રદૂષણના વધી રહેલા પ્રમાણને લઈ રસ્તાઓ પર CNG ગેસ આધારિત કારોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં અવંતિકા ગેસ લિમિટેડ અનેક શહેરોમાં નવા CNG પંપ ખોલવાની તૈયારી કરી રહી છે. અને આ માટે કંપનીને CNG ગેસ બિઝનેસ સાહસમાં ઝંપલાવવા માંગતા લોકો પાસેથી અરજીઓ પણ મંગાવી છે.

આ શહેરોમાં શરૂ થવાના છે નવા CNG પંપ

image soucre

અવંતિકા ગેસ લિમિટેડ કંપની ઇન્દોર, ઉજ્જેન, પીથમપુર, મહુ અને ગ્વાલિયર શહેરમાં નવા CNG સ્ટેશન એટલે કે CNG પંપ ખોલવા ઈચ્છે છે. આ માટે કંપનીને CNG પંપની ડીલરશીપ સંભાળી શકે તેવા ઉમેદવારની શોધ છે. એટલે કે જો તમે મધ્યપ્રદેશના આ શહેરોમાં CNG પમ્પ શરૂ કરવા ઇચ્છુક હોય તો તમે તેના માટે અરજી કરી શકો છો.

નવા CNG પંપ શરૂ કરવા માટે કોણ કરી શકે છે અરજી ?

image soucre

ઉપર જણાવ્યા મુજબના શહેરોમાં નવા CNG પંપ શરૂ કરવા માટે અરજી કરવા અરજદાર પાસે અમુક લાયકાત જણાવવામાં આવી છે જે અનુસાર અરજદાર પાસે 400 થી 1225 વર્ગમીટરનું ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હોવો જોઈએ, આ પ્લોટ મેઈન રોડ સાથે જોડાયેલો હોવો જોઈએ, તેની ઊંડાઈ 20 મીટર (શહેરમાં) અને 35 મીટર (રાજમાર્ગ પર) હોવી જોઈએ, અરજદાર જમીન લિઝ પર પણ લઈ શકે છે. જો કે આ માટે અરજદારે પ્લોટ માલિક પાસેથી NOC લેવું પડશે અને એગ્રીમેન્ટ બનાવવું પડશે. એ સિવાય અરજદારની ઉંમર 21 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.

ક્યાં અને કઈ રીતે કરી શકાય છે અરજી ?

image soucre

કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર CNG આઉટલેટ માટે નિયમ અને શરતો તેમજ વિભિન્ન શપથ પત્રોના પ્રારૂપ AGL પોલિસી અને LNG સ્ટેશનો પર ઉપલબ્ધ છે. અને વેબસાઈટ www.aglonline.net પરથી ડાઉનલોડ કરી શકાય છે. સાથે જ અવંતિકા ગેસ લિમિટેડ, ઇન્દોરના કાર્યાલયનો સંપર્ક પણ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત