અહીંની સરકારનો મોટો નિર્ણય: સ્કૂલે જતી દરેક છોકરીઓને મળશે રોજના 100 રૂપિયા, આવું છે કારણ

તમે બધાએ ગોંડલના રાજા ભગવતસિંહજીનું નામ તો શાંભળ્યું જ હશે. કે જેમણે રાજાશાહી વખતે ગોંડલ સ્ટેટમાં દિકરીઓના ભણતર માટે 2 આના પ્રથા ચલાવી હતી. જેથી દિકરીઓને ભણતરમાં પ્રોત્સાહિત કરી શકાય. તમને જાણીને ખુશી થશે કે હવે આવી એક યોજના અસમ સરકારે શરૂ કરી છે.

image source

છોકરીઓને શાળાએ જવા અને પગ પર ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર હોય છે. તેમનાથી પણ વધુ જરૂર હોય છે તેમને દરેક પગલે સાથ આપવાની. આસામ સરકારે બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે, જેની સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા થઇ રહી છે.

દરરોજ 100 રૂપિયા આપવાની યોજના

image source

રાજ્ય સરકારના નિર્ણય મુજબ, આસામની શાળાએ જતા દરેક વિદ્યાર્થિનીઓને વર્ગમાં ભાગ લેવા માટે દરરોજ 100 રૂપિયા મળશે. એજન્સીના અહેવાલ મુજબ, આસામના શિક્ષણ પ્રધાન હિમાંતા બિસ્વા સરમાએ કહ્યું કે, બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા આ પહેલ કરવામાં આવી રહી છે.

image source

શિક્ષણમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ચાલુ મહિનાના અંત સુધીમાં, દરરોજ 100 રૂપિયાની યોજના શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં રાજ્ય સરકાર 12 મી બોર્ડની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં પાસ થનાર વિદ્યાર્થિઓને પ્રજ્ઞાન ભારતી યોજના અંતર્ગત 22,000 ટુ-વ્હીલરનું વિતરણ કરી રહી છે.

આ યોજના પાછળ 144.30 કરોડનો ખર્ચ થશે

image source

આ યોજના પર 144.30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન હિંમંત બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે સરકાર તે બધી છાત્રાઓને સ્કૂટર આપશે જે રાજ્ય બોર્ડમાં પ્રથમ વર્ગમાં પાસ થઈ છે.ભલે આ સંખ્યા એક લાખને વટાવી જાય. 2018 અને 2019 માં પ્રથમ વર્ગમાં ધોરણ 12 ની પરીક્ષા પાસ થનાર તમામ છોકરીઓને પણ સ્કૂટર્સ આપવામાં આવશે.

ગયા વર્ષે આ યોજના શરૂ કરવાની હતી યોજના

image source

શિક્ષણ પ્રધાન હિમંત બિસ્વ સરમાના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થિઓનાં બેંક ખાતાઓમાં રૂ. 1,500 અને 2,000 ની રકમ જમા કરવામાં આવશે. આ રકમ તેમના પુસ્તક અને અન્ય અભ્યાસ સામગ્રી વગેરેની ખરીદીમાં મદદરૂપ થશે. સરકાર આ બંને આર્થિક પ્રોત્સાહક યોજનાઓ ગયા વર્ષે જ શરૂ કરવાની હતી પરંતુ કોરોનાને કારણે શરૂ થઈ શકી નહીં. હવે સરકાર તાત્કાલિક અસરથી તેને 2021 થી શરૂ કરવા જઈ રહી છે. નોંધનિય છે કે ભારતમાં ઘણા એવા વિસ્તાર હજુ પણ છે કે જ્યાં દિકરોઓને યોગ્ય શિક્ષણ નથી મળતું. જો અસમ સરકાર જેવી આ પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવે તો ચોક્કસપણે દિકરીઓ શિક્ષણ પ્રત્યે આકર્ષાય અને તેમના મા બાપ પણ થોડા જાગૃત બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત