બે અલગ અલગ અકસ્માતના કારણે બે પરિવાર માટે રક્ષાબંધન બની અશુભ

રાજ્યમાં રવિવારે રક્ષાબંધનના પર્વની હરખભેર ઉજવણી કરવામાં આવી પરંતુ કેટલાક પરિવાર માટે આ દિવસ અશુભ સાબિત થયો હતો. રવિવારે સૌરાષ્ટ્રમાં બે એવી ઘટના બની જેમાં અલગ અલગ પરિવારે પોતાના ઘરની દીકરીઓને ગુમાવી દીધી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું કારણ કે બંને ઘટનામાં બહેનો તેના ભાઈને રાખડી બાંધી પરત ફરી રહી હતી ત્યારે કાળ તેને આંબી ગયો.

image source

પહેલી ઘટના બની હતી જેતપુર તાલુકામાં. અહીં તાલુકાના અમરાપર ગામનાં વતની હર્ષિતા અજાણા જેઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હતા તેમનું એક ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આમ તો હર્ષિતાબેન અજાણા રોજ એક્ટિવા પર અમરાપરથી જેતપુર ફરજ પર જતા હતા પરંતુ રક્ષાબંધનના દિવસે તેમના માટે આ મુસાફરી અંતિમ સફર બની ગઈ.

image source

કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હર્ષિતાબેન રક્ષાબંધનના દિવસે સવારે હોંશભેર તેના નાના ભાઈને રાખડી બાંધી ઘરેથી ફરજ પર જવા રવાના થયા હતા. જો કે આ સમયે પરિવારને ખ્યાલ ન હતો કે હર્ષિતાબેનના જીવનની આ છેલ્લી ક્ષણો હશે. રાખડી બાંધીને ફરજ પર જવા એક્ટિવા લઈને નીકળ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા એક બાઇક ચાલકે તેમના એક્ટિવાને અડફેટે લીધું. આ અથડામણથી હર્ષિતાબેન રસ્તા પર દૂર ફંગોળાય પડ્યા હતાં અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.

image source

આ ઘટનાથી તાલુકા પોલીસમાં અને અમરાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમરાપર ગામના વતની એવા હર્ષિતાબેન તલાટીની અને પોલીસની ભરતીમાં સારા રેન્ક સાથે પાસ થયા હતા અને ત્યારબાદ તેમને જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળ્યુ હતું.

image source

બીજી અકસ્માતની ઘટના બની હતી ઉપલેટાના બાંટવામાં રહેતી બહેન સાથે જે પોતાની 5 વર્ષની બાળકી સાથે ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા આવી હતી. ભાઈ સાથે રક્ષાબંધન ઉજવી અને પોતાના સાસરી પરત ફરતી બહેનને તેનો ભાઈ બાઈક પર મુકવા જતો હતો. તે સમયે ભાઈ, બહેન અને ભાણેજને અકસ્માત નડ્યો. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું ઘટનાસ્થળ પર મોત થયું જ્યારે ભાઈ અને બહેનને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.