વાહ..અમદાવાદની આ મહિલા આગળ કોઇ ના આવી શકે, જે પાકૃતિક રંગોથી લોકોને કરે છે સ્વસ્થ, જાણો કોરોનામાં કેટલી અસરકારક છે આ થેરાપી

આ વર્ષે કોરોનાના કારણે ધુળેટી રમવા પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કારણ કે લોકો સાથે ટોળે વધી એકબીજાને રંગ લગાવી અને ધુળેટી ઉજવવાથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના છે. એક તો હાલ ગુજરાતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેવામાં ધુળેટીના રંગમાં ભંગ પડ્યો છે. દર વર્ષે લોકો અનેક પ્રકારના રંગથી હોળી રમતા હોય છે. જો કે આ વર્ષે રંગોના આ પર્વ પર એક ખાસ વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ.

image soucre

આ વાત છે રંગથી થતી ચિકિત્સાની… જી હાં મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે રંગથી ચિકિત્સા પણ થઈ શકે છે. રંગની ચિકિત્સા પદ્ધતિ વિશે જો તમે જાણતા ન હોય તો જાણી લો કે આ પદ્ધતિ ધીરેધીરે ભારતભરમાં પ્રખ્યાત થઈ રહી છે. આ કલર થેરાપી શું છે અને કેવી રીતે તે કામ કરે છે તેના વિશે પણ જાણો.

image soucre

વર્તમાન સમયમાં કોરોનાએ લોકોમાં ફફળાટ ફેલાયો છે. તેવામાં કુદરતી રંગથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આ કામમાં પીળા લીંબુ, ઓરેન્જ રંગની નારંગી, લીલા રંગની મોસંબી, સફેદ ઝાંયવાળા સફરજન આપણને રોગમુક્ત રાખવામાં સતત મદદ કરી રહ્યા છે. પરંતુ આપણે આ વાતથી અજાણ રહ્યા છે.

image soucre

વિવિધ રંગના શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. આ રંગ તેને તેના ગુણધર્મોના કારણે મળેલા છે. આ ફળ અને શાકભાજી રંગને આપણી રગ રગમાં લઈ જાય છે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

આ ચિકિત્સા થેરાપી અમદાવાદના એક મહિલા આપી રહ્યા છે. અમદાવાદના નિવૃતિબેન પંડ્યા સુજોગ થેરાપી દ્વારા રંગ ચિકિત્સા કરી રહ્યા છે. કેન્સર, એઈડ્સ જેવા રોગ સિવાય તમામ રોગમાં આ થેરાપી અસરકારક છે.

તેમના જણાવ્યાનુસાર હોળી સમયે ગરમીની શરુઆત થઈ ચુકી છે. તેવામાં કેશુડાના રંગમાં રંગાવાથી શરીરના અનેક દુખાવા દૂર થાય છે અને ઠંડક મળે છે. સુજોગ થેરાપીમાં રંગોની ખાસ વાત કહેવામાં આવી છે. આ થેરાપીથી અનેક રોગ મળી શકે છે.

image soucre

વર્તમાન સમયમાં જ્યાં કોરોના જેવી મહામારી ફરીવાર દુનિયાભરમાં અને ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે ત્યારે આ થેરાપીથી સરળતાથી કોરોનાથી પણ રક્ષણ મેળવી શકાય છે. રંગ થેરાપીની સારવાર લેતા દર્દીઓને પણ સંતોષ મળી રહ્યો હોય તેવા ઉદાહરણ જોવા મળ્યા છે. આ રંગ થેરાપી તેના લાભના કારણે આજે વિશ્વભરમાં પ્રસરી રહી છે.

image soucre

પ્રકૃતિ પણ રંગોથી ભરપુર છે, આ રંગ આપણા જીવનનો અતૂટ ભાગ છે. જો આ રંગ સ્વાસ્થ્યમાં જોડાય જાય તો સ્વાસ્થ્ય પણ હર્યુભર્યું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!