અમદાવાદમાં ધુમ્મસ છવાયું, દિવસે પણ લોકોને કરવી પડી વાહનોની લાઈટ ચાલુ, જાણો કઇ તારીખોમાં ગુજરાતમાં પડી શકે છે વરસાદ

વર્ષ 2020 દરમિયાન તો આખા વર્ષ દરમિયાન અનેકવખત માવઠાનો માર સહન કરવો પડ્યો હતો. પરંતુ આ સીલસીલો 2021માં પણ યથાવત છે. વર્ષની શરુઆતમાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ધુમ્મસ છવાયેલા વાતાવરણ અને વરસાદની આગાહી કરી છે.

image source

મધ્ય અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ આગળ વધી રહી છે જેની અસર તરીકે અમદાવાદ સહિત પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી સહિતના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે.

image source

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર અમદાવાદ શહેરમાં જોવા પણ મળી હતી. ધુમ્મસના કારણે અહીં સવારના સમયે વિઝિબિલીટી ખૂબ ઓછી જોવા મળી હતી. સવારના સમયે વાહનોએ લાઈટો ચાલુ રાખવી પડતી હતી. આ સાથે જ અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે આગામી 2 દિવસમાં શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે.

image source

હવામાન વિભાગે દિલ્હી, યૂપી, પંજાબ, હરિયાણામાં પણ હળવા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં 3થી 5 જાન્યુઆરી સુધી જોરદાર વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ પોતાના દૈનિક બુલેટીનમાં કહ્યું છે કે, 3થી 5 જાન્યુઆરી સુધીમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઓલાવૃષ્ટિ સાથે વરસાદ થઈ શકે છે.

image source

3 જાન્યુઆરીથી એક નવી પશ્ચિમી સિસ્ટમના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને આસપાસના મેદાની વિસ્તારો પણ પ્રભાવિત થઈ શકે છે. 7 જાન્યુઆરી માટે હવામાન વિભાગે ધુમ્મસ ભરેલા વાતાવરણની આગાહી કરી છે. આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.

image source

હવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય અરબી સમુદ્રમાં અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધતી સિસ્ટમના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે. જેના કારણે અમદાવાદ શહેરમાં સવારના સમયે વાતાવરણ એટલું ધુમ્મસ ભરેલું હતું કે વાહન ચાલકોએ દિવસે પણ લાઈટો ચાલું રાખવી પડી હતી. આ સાથે શહેરમાં લઘુતમ તાપમાનમાં પણ ફેરફાર થયો હતો. તાપમાનમાં 2.7 ડીગ્રીનો વધારો થતા ઠંડી ઘટી હતી. જો કે હજુ પણ વરસાદની આગાહીને પગલે શહેરમાં 24 કલાક દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત