અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ITની રેડ પડતા અફરાતફરીનો માહોલ, ઓફિસ અને ઘરે પડ્યા દરોડા

દિવાળી પહેલા આઇટીની રેડ ચાલુ થતા બે નંબરના પૈસા દબાવીને બેઠેલા તત્વોમાં ભારે દોડધામ મચી છે. વિગતો મુજબ અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપની 25 જગ્યાએ IT વિભાગની રેડ પડી છે. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને સવારથી ITનું સર્ચ ચાલુ હોવાના અહેવાલો છે.

image source

લાંબા સમય પછી આવકવેરા ખાતું અમદાવાદમાં ત્રાટકયું . શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ફરી એકવખત ચર્ચાઓમાં આવ્યા છે. અમદાવાદમાં પોપ્યુલર ગ્રુપના ત્યાં ITના દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે આજે એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા છે. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.

image source

કરોડોની કરચોરી સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ઉપર વહેલી સવારથી ઈન્કમટેક્ષના દરોડા શરૂ થઈ ગયા છે. દશરથ પટેલ છગન પટેલ સહિત તેમના તમામ પાર્ટનર અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ સર્ચ કરી રહ્યાના અહેવાલો છે.

image source

શહેરના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યૂલર ગ્રૂપની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલું છે. આ સિવાય દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ, છગન પટેલ અને લક્ષ્મણ પટેલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતના સૌથી મોટા લેંડ બિઝનેસ કરનારામાં તેમનું નામ આવે છે. હજારો કરોડની તેમની જમીનસંપત્તિ હોવાનું મનાય છે. મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યાથી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિવાદમાં પોપ્યૂલર ગ્રુપ આવ્યું હતું.

પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા રમણ પટેલ

image source

16 ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધુએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, જજીસ બંગલા રોડ પર આવેલા દીપ ટાવરમાં રહેતી ફીઝુના લગ્ન સેટેલાઈટમાં રહેતા પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણભાઇ પટેલના દીકરા મૌનાંગ સાથે થયા હતા. 1 ઓગસ્ટે તેમની દીકરી આર્યાનો જન્મ દિવસ હોવાથી પરિવારના સભ્યો, ફીઝુની માતા જાનકીબહેન – પિતા મુકેશભાઇ પટેલ ભેગા થયા હતા. રાતે 11 વાગ્યે ફીઝુ અને જાનકીબહેન બેઠક રૂમમાં બેઠા હતા. થોડીવાર પછી ફીઝુના સાસુ – સસરા, ફીઝુ અને જાનકીબહેનને બધાની વચ્ચે કહેવા લાગ્યા હતા કે ‘તું પિયરમાંથી કંઈ લાવી નથી.તે પૈસા જોઈને અમારા દીકરી સાથે લગ્ન કર્યા છે, તમે બંને મા-દીકરી લૂટારીઓ છો. તેમ કહીને રમણભાઇએ મૌનાંગને કહ્યું હતું કે, લાત મારીને કાઢી મુક આ લોકોને ઘરમાંથી. જ્યારે મુકેશભાઇએ કહ્યું હતું કે, આ મા -દીકરીને તો મારો તો જ સીધી થશે. તેમ કહેતા બધા એ ભેગા મળી ફીઝુ અને જાનકીબહેન સાથે ઝઘડો કર્યો હતો, રાતે 3 વાગ્યે મુકેશભાઇ અને મૌનાંગ ગેસ્ટ રૂમમાં આવ્યા હતા. જ્યારે મૌનાંગે ફીઝુને 6થી 7 લાફા મારી દીધા હતા તેમ જ મોઢા અને નાક ઉપર ફેંટો મારી હતી.

પુત્રવધૂને ફોડવા બિલ્ડર રમણ પટેલે મોકલેલા રોકડા અઢી કરોડ રૂપિયા પકડાયા

image source

27 ઓગસ્ટે સમાધાન કરવા બિલ્ડર રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમના પુત્ર વીરેન્દ્ર પટેલે ફરિયાદી ફિઝુ પટેલની માસીને આપેલા રૂપિયા અઢી કરોડ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા.

ધરપકડથી બચવા પિતા-પુત્ર અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા

image source

ફિઝુએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતા રમણભાઇ, મયુરીકાબહેન અને મૌનાંગ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા.

image source

પોલીસે તેમને પકડવા ટીમો બનાવી હતી. જ્યારે તેમના બંગલા, ઓફિસ, ફાર્મ હાઉસ તેમજ સગા સંબંધીઓના ઘરે પણ તપાસ શરૂ કરી હતી.