BIS કરી રહ્યું છે ખાસ તૈયારીઓ, હવે ફૂડ કંપનીઓએ જણાવવાની રહેશે આ ખાસ વાત

આપણે સૌ રોજિંદા જીવનમાં અનેક વાર ફ્રૂટ જ્યૂસ પીવા માટે તૈયાર ફ્રૂટ પેકેટના જ્યૂસ લઈ આવીએ છીએ. આ જ્યૂસ ખરીદતી સમયે આપણ ખાસ કરીને ફક્ત એક્સપાયરી ડેટ ચેક કરીએ છીએ. આ સિવાય આપણને કોઈ ખાસ જાણકારી હોતી નથી.પરંતુ હવે BIS ખાસ નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે. નવા પ્રસ્તાવિત નિયમના આધારે એક કિલો ફ્રૂટ જ્યૂસમાં 15 ટકાથી વધારે શુગર મિક્સ કરવામાં આવે છે તો પેકેટ પર શુગર એડેડ ફ્રૂટ જ્યૂસ એમ કંપનીઓએ લખવાનું રહેશે.

image source

ફૂડ કંપનીઓએ હવે ફ્રૂટ જ્યૂસના પેકેટ પર સ્વીટેન્ડ ફ્રૂટ જ્યૂસ એટલે તે મીઠા ફ્રૂટ જ્યૂસનું લેબલ લગાવવાનું રહે છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISનું કહેવુ છે કે જો ફ્રૂટ જ્યૂસને માટે સર્ટિફિકેશન જોઈએ છે તો ફ્રૂટ જ્યૂસના પેકેટ પર શુગર કે સીરપ બેઝ ફ્રૂટ જ્યૂસ લખવું પડે છે. BISએ કહ્યું છે કે જો ફ્રૂટ જ્યૂસ, ફ્રૂટ કંસ્ટ્રેટ જેમાં શુગર એડેડ કે સ્વીટેન્ડ ફ્રૂટ જ્યૂસ લખવાનું રહેશે. જો એક કિલો જ્યૂસમાં 15 ગ્રામથી વધારે શુગર મિક્સ કરાય છે તો શુગર એડેડ લખવાનું રહેશે.

જ્યૂસના નામની નીચે લખવાનું રહેશે શુગર લેવલ

image source

BISનું કહેવું છે કે શુગર લેવલનો ઉલ્લેખ પણ ફ્રૂટ જ્યૂસના નામની નીચે જ કરવાનો રહેશે. જેથી ઉપભોક્તાને સ્પષ્ટ થાય અને દેખાય કે તેમાં શુગર કેટલી છે. BISએ કહે્યું છે કે દરેક પ્રકારના ફ્રૂટ જ્યૂસ, ફ્રૂટ પ્યુરી, ફ્રૂટ નેક્ટર અને તેના સંબંધિત પ્રોડક્ટના માનકીકરણને માટેના સ્ટાન્ડર્ડ નક્કી કરાયા છે. BISની વેબસાઈટમાં પણ શુગર લેબલિંગને લઈને પ્રસ્તાવ આપી દેવામાં આવ્યા છે. સામાન્ય લોકો તેની પર પ્રતિક્રિયા આપી શકે છે. ફ્રૂટ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા એક એક્સપર્ટના આધારે એફએસએસઆઈના રેગ્યુલેશન BISના નિયમોથી મેળ ખાય છે પણ શુગરના આધારે સ્વીટનર્સની માત્રાનું લેબલ પર ઉલ્લેખ કરવાને લઈને અંતર જોવા મળે છે.

એફએસએસઆઈમાં છે નિયમ, નવા માનક થઈ શકે છે જાહેર

image source

ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ સુબોધ જિંદલનું માનવું છે કે એફએસએસ એક્ટના આધારે ફૂડ સ્ટેન્ડર્ડના નિયમોને સમાહિત કર્યા છે. તેને માટે અલગથી કોઈ અન્ય ફૂડ સ્ટેન્ડર્ડનો ભ્રમ જ પેદા કરશે. જો કે BISએ કહ્યું કે શુગર લેબલિંગને અનુવાર્ય બનાવવા માટે એફએસએસ એક્ટના આધારે પહેલાથી બનેલા નિયમો પર સંપૂર્ણ રીતે ધ્યાન અપાશે. જો કે નવી ગાઈડલાઈન્સના આધારે જરૂર પડી તો શુગર લેબલિંગના નિયમોને જલ્દી લાગૂ કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!