અમદાવાદના આ વિસ્તારોમાં પાંચ દિવસ પહેલાં 1 લાખ લોકો હતા, જ્યારે આજે આ વિસ્તારો બન્યા સૂમસામ: જોઇ લો તસવીરોમાં ખાસ

દેશમાં સતત કોરોના પગપેસારો કરી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે અમદાવાદમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધીનો લગભગ 60 કલાકનો કર્ફ્યૂ લગાવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યૂના પગલે રસ્તાઓ શાંત જોવા મળ્યા હતા. આ સાથે જ આખો દિવસ ભીડથી ઉભરાતા રસ્તાઓ ખાલી જોવા મળ્યા હતા.

image source

ગઈકાલ સુધી અમદાવાદમાં જ્યાં શહેરીજનો ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યા હતા ત્યાં આજે સન્નાટો છવાયો છે. અમદાવાદના ખાસ ગણાતા વિસ્તારોમાં આજે એકપણ ચહલપહલ જોવા મળી નથી. આ સાથે જ કેટલાક ખાસ ગણાતા વિસ્તારો જેમકે જમાલપુર, ભદ્રકાળી મંદિર, ફૂલ માર્કેટ, શાક માર્કેટમાં ભીડ રહેતી હતી તે આજે સૂમસામ જોવા મળી રહ્યા છે. કર્ફ્યૂના કારણે જમાલપુર બ્રિજની નીચેનો વિસ્તાર સૂમસામ બન્યો છે. સરકારે કરેલા કર્ફ્યૂના એલાનને કારણે કાલે શહેરીજનો મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જ્યારે આજે સવારથી આ જમાલપુર બ્રિજ પણ સૂમસામ બન્યો છે.

image source

કોરોનાના પગપેસારાના કારણે આજે રોડ પર એકપણ વાહન નજરે પડતું નથી અને સાથે જ લોકોના મનમાં ફરી એકવાર લોકડાઉનની યાદો તાજા બની છે. વહેલી સવારે ફર્ફ્યૂના એલાનને સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો માર્ગો પર જોવા મળ્યા છે. સરકારની આદેશ અનુસાર આજે કર્ફ્યૂ લાગી ગયા બાદ અમદાવાદનું જમાલપુર ફૂલ બજાર સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે.

image source

સતત લોકોથી ભરેલું રહેતું ફૂલ માર્કેટ આજે શાંત જોવા મળી રહ્યું છે. ગઈકાલે વેચાણ માટે ફૂલ ખરીદી કરી ચૂકેલા વેપારીઓ વેચાણ માટે વહેલી સવારે ફૂલ બજારમાં પહોંચ્યા હતા. પોલીસ દ્વારા તમામને ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની દબાણની ગાડી પર જમાલપુર ફૂલ બજાર પર આવી પહોંચી હતી. આ કારણે હવે અહીં થોડી ચહલ પહલ ઘટી રહેલી જોવા મળે છે.

image source

અમદાવાદમાં 57 કલાકના વિકેન્ડ કર્ફ્યૂનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. આવામાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર કર્ફ્યૂના કારણે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના તમામ મંદિરો પણ સરકારી આદેશ અનુસાર સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભદ્રકાળી મંદિર પાસે સતત ભીડ રહેતી હોવા છતાં આ ત્રણ દરવાજા માર્કેટ સાવ ખાલી જોવા મળી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત