BIG NEWS: અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને જોતા તંત્રનો મોટો નિર્ણય, આવતીકાલથી આ બધુ થઇ જશે બંધ, જાણો તમામ માહિતી એક ક્લિકે

અમદાવાદમાં કોરોના વિફર્યો, બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય આવતી કાલથી બંધ

કોરોનાએ ફરી એકવાર માજા મૂકી છે અને એ જ કારણસર હજી એકાદ દિવસ પહેલા જ ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે.

image source

એવામાં વધતા જતા કોરોનાના કેસને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કહેરના પગલે ગુરુવારથી શહેરનાં તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના કાંકરિયા લેક તેમજ પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આવતી કાલ એટલે કે ગુરુવારથી બંધ કરી દેવાશે. જેથી હવે મોર્નિંગ વૉક કરનારની તકલીફો વધવાની છે.

image source

આ અગાઉ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

image source

અમદાવાદના અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે.

આ વિશે સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે, જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

image source

આ અંગે તેમને આગળ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમર્જન્સીના તૈયાર કરવામાં આવ્યાં છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે.

રાજ્ય સરકારે 17 માર્ચથી રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

image source

31 માર્ચ 2021 સુધી આ રાત્રિ કર્ફ્યનો અમલ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે એસટી દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહિ કરે, જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.

હવે એ જોવું રહ્યું કે વધતા જતા કોરોના કેસને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયો કેટલા અસરકારક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!