હિમાચલના મંડીથી BJP સાંસદ રામસ્વરૂપનું દિલ્હીમાં મોત, નિવાસ સ્થાને ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ, આપઘાત કર્યો હોવાની આશંકા

ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત, દિલ્હીના નિવાસસ્થાને ગાળિયામાં લટકતું મળ્યું શબ

આજનો બુધવાર ભાજપ (BJP) માટે માઠો સાબિત થયો છે. આજે એક જ દિવસમાં તેના વર્તમાન અને પૂર્વ એમ બબ્બે સાંસદોના નિધન થયા છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ની મંડી (Mandi) લોકસભા બેઠક પરથી સાંસદ રામસ્વરૂપ શર્મા (Ram Swarup Sharma)નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં રાજધાની દિલ્હીમાંથી તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યું છે. તો ભાજપના પૂર્વ સાંસદ દિલીપ ગાંધી (Dilip Gandhi)નું કોરોનાના કારણે નિધન થયું છે.

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત થયું છે. દિલ્હી ખાતે આવેલી આરએમએલ હોસ્પિટલ પાસેના ફ્લેટમાં સાંસદનું નિવાસસ્થાન આવેલું છે. આ ફ્લેટમાં 62 વર્ષીય સાંસદ રામસ્વરૂપનું શબ ફંદા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું અને હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સાંસદ રામસ્વરૂપના સંદિગ્ધ મોતથી હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક ધોરણે સુસાઇડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દિલ્હી પોલીસને સવારે ગોમતી એપાર્ટમેન્ટમાં ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓને તેમનો મૃતદેહ ફંદા સાથે લટકતી સ્થિતિમાં જોવા મળ્યો હતો. હાલ કયા કારણસર આત્મહત્યા કરી તે કારણ અસ્પષ્ટ છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

સ્ટાફે આપી વિગતો

રામસ્વરૂપ શર્માના સ્ટાફે જણાવ્યું કે, સવારે તેઓ જ્યારે રૂમનું બારણુ ખોલવા ગયા ત્યારે તે અંદરથી લોક હતું અને અનેક વખત બૂમો પાડવા છતાં તે નહોતું ખોલવામાં આવ્યું. બાદમાં પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસે દરવાજો તોડ્યો તે સમયે સાંસદનો મૃતદેહ ગાળિયા સાથે લટકી રહ્યો હતો.


સાંસદનું મોત :

હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રામસ્વરૂપ શર્માનું અવસાન થયું છે. દિલ્હી સ્થિત ફ્લેટમાં સાંસદના નિવાસ સ્થાને તેઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક મીડિયા અહેવાલો અનુસાર તેમનું મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે અને તેમનો મૃતદેહ ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યું છે.

લટકેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ : દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસ અનુસાર તેમને સવારે 8.30 વાગ્યે સૂચના મળી કે ગોમતી અપાર્ટમેન્ટમાં ભાજપ સાંસદે આપઘાત કરી લીધો છે. અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમનું શરીર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ અત્યારે તપાસમાં લાગી ગઈ છે. જોકે પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું જ માનવામાં આવી રહ્યું છે.

ભાજપે રદ કરી મીટિંગ


સાંસદ રામસ્વરૂપ શર્માના અવસાનના કારણે ભાજપે આજે યોજાનારી સંસદીય દળની બેઠક રદ કરી દીધી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જોગિંદરનગરના રહેવાસી રામસ્વરૂપ શર્મા સતત બીજી વખત સાંસદ બન્યા હતા. તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રહ્યા હતા. સાંસદ બન્યા તે પહેલા તેઓ મંડી જિલ્લાના ભાજપના સચિવ અને બાદમાં હિમાચલ પ્રદેશના ભાજપના સચિવ બન્યા હતા. તેમણે હિમાચલના ફુડ એન્ડ સિવિલ સપ્લાય કોર્પોરેશનના અધ્યક્ષની જવાબદારી પણ સંભાળેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!