ક્યાંક બાકી નથી, હવે પાણીમાં પણ કોરોના, અમદાવાદની સાબરમતી-કાંકરિયા અને ચંડોળામાંથી સેમ્પલ નીકળ્યા પોઝિટિવ

કોરોનાની બીજી લહેર આખા દેશને યાદ રહી જશે. કારણ કે હજારો લાખો લોકોના મોત અને સાથે જ ઓક્સિજન તેમજ દવા માટે વલખા મારતા લોકોના ચહેરા ભૂલાતા નથી. ત્યારે હવે એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે લોકોના હાજા ગગડી જશે. જો આ વિશે વાત કરવામાં આવે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની વાત સામે આવી છે અને એની પૃષ્ટિ પણ થઈ ચુકી છે. જો કે હવે પાણીમાં પણ કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ થતાં ચારેકોર હાહાકાર મચી ગયો છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાઇરસ મળી આવ્યો છે. ત્રણેયના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલ્સ તપાસ્યા તો પોઝિટિવ નીકળ્યા છે. ચાર મહિનામાં 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 જેટલા સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા હતા અને જેને લઈને ડોક્ટરો પણ ચિંતિત થયા છે. આ અભ્યાસ IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓએ સાથે મળીને કર્યો હતો. તેમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કુલ ઓફ એનવાયરમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.

આ સાથે જ વાત કરીએ તો માત્ર અમદાવાદ જ નહીં પણ આસામના ગુવાહાટી ક્ષેત્રમાં નદીઓની તપાસ કરી તો ત્યાં પણ ભારૂ નદીમાંથી લેવામાં આવેલું એક સેમ્પલ કોરોના પોઝિટિવ મળી આવ્યું હતું. સુએજ સેમ્પલ લઈને કરવામાં આવેલી તપાસ દરમિયાન કોરોના વાયરસની ઉપસ્થિતિ અંગે જાણ થઈ હતી અને લોકોમાં સાથે સાથે દિગ્ગજોમાં પણ ફફડાટ મચી ગયો છે. આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત અંગે તપાસ કરવા ફરી અભ્યાસ શરૂ કરવામાં આવી રહ્યો છે.

image source

જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી માટે આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રકારના પરિણામો પણ સામે આવ્યા હતા. અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે અને લોકો માટે તે નવું નજરાણું પણ બન્યું છે. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા અભ્યાસમાં સાબરમતીમાં ભયંકર પ્રદૂષણ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને અમદાવાદથી આગળ વધે છે તે પછી નદીમાં ગંદા પ્રદૂષિત પાણી સિવાય કંઇ જ નથી વહી રહ્યું એમ કહીએ તો પણ ખોટું ન પડે.

જો વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા 120 કિલોમીટરમાં તે મૃત અવસ્થામાં છે. એટલું જ નહીં રિવરફ્રન્ટ પણ એક ગંદા પાણીના હોજથી વધુ કંઇ નથી તેવો દાવો પણ પ્રદૂષણને લગતા વિવિધ માપદંડોને ટાંકીને કરવામાં આવ્યો છે. જો કે આ વાત પણ કોરોનાને અસર કરતી હોવાનું સામે આવી રહ્યું છે. નદીનો અમદાવાદ શહેરમાં પ્રવેશ થાય ત્યારે એક ટીપું પણ પાણી રહેતું નથી. સાબરમતી રીવરફ્રન્ટમાં વચ્ચે જઇને લીધેલા પાણીના સેમ્પલમાં પણ નિયત માત્રા કરતા વધુ પ્રદૂષણ જણાઈ આવ્યું છે. આ સાથે જ રિવરફ્રન્ટ પણ પ્રદૂષિત ગંદા પાણીથી ભરેલા હોજ સમાન જ છે એવું કહીએ તો ખોટું ન ગણાય.

image source

આ સિવાય વાત કરીએ તો અહેવાલના તારણોમાં વધુમાં જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ પછી નદીના નીચેવાસમાં નદીનું પોતાનું પાણી જ નથી. રિવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે તે માત્ર નરોડા, ઓઢવ, વટવા અને નારોલના ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો (એફ્લ્યુએન્ટ) અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહી રહ્યું છેજે નગ્ન સત્ય છે. રિવરફ્રન્ટ બનવાના કારણે ભૂગર્ભ જળમાં આ પાણી ઉતરતું બંધ થયું છતા અમદાવાદને નર્મદાના પાણી પર જ આશ્રિત રહેવું પડે તેવી હાલમાં પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.

જો કે હાલમાં જ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં તારીખ 13 મે 2021 ની સ્થિતિએ 123.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ પાણીનો રાજ્યના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન પણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં આ રીતે પાણીમાં પણ કોરોના મળી આવતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!