એક પણ પૈસા ખર્ચ્યા વગર તમારા ફોનને બનાવી દો CCTV કેમેરા, જાણો તેની સરળ રીત

જો તમારી પાસે તમારો જૂનો ફોન છે અને ઘરમાં એમનમ જ પડ્યો હોય તો તમને જણાવી દઈએ કે તમારે તમારા ફોનને વેચવો ન જોઈએ. આજે અમે તમને તેનો એક અલગ અને અનોખો ઉપયોગ જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારા જૂના ફોનને એક સિક્યુરિટી કેમેરામાં ફેરવી શકો છો. ત્યાર બાદ આ તમારા ઘરની સુરક્ષામાં તમારી મદદ કરશે. તમે આવા જૂના ફોનનો ઉપયોગ બેબી મોનિટર તરીકે પણ કરી શકો છો. આ સિવાય તમે તેને એક મેકશિફ્ટ ગૂગલ હોમ સ્પીકર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો.

image source

આ છે સૌથી ઉત્તમ આઇડિયા જેનો ઉપોયગ કરીને તમે તમારા જૂના ફેનનો નવી જ રીતે ઉપયોગ કરી શકો છો. જો કે એક સૌથી ઉત્તમ આઇડિયા એક જ છે કે તમે તમારા જૂના ફોનને તમારો હોમ સિક્યુરિટિ કેમરા તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

તમારા જૂના ફોનમાં એક સિક્યુરિટિ કેમેરા એપ ડાઉનલોડ કરો.

image source

શરૂઆત કરવા માટે તમારે તમારા જૂના ફોનમા એક સિક્યુરિટિ કેમેરા એપ પસંદ કરવી. ઘણી બધી એપ્સમાં તમને એક જેવા જ ફીચર્સ મળી શકે છે. જેમકે તેમાં તમને લોકલ સ્ટ્રીમિંગ મળે છે, ક્લાઉડ સ્ટ્રીમિંગ મળે છે, રેકોર્ડિંગ મળે છે, આ ઉપરાંત તમને ફુટેજને રિમોટલી કે લોકલી સ્ટોર કરવાની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત મોશન ડિટેક્શન અને એલર્ટ પણ મળી શકે છે.

image source

એકવાર સેટઅપ થઈ ગયા બાદ તમારે તમારા ઘરને કોઈ પણ જગ્યાએથી સિક્યુરિટિ કેમેરાને કંટ્રોલ કરી શકો છો. તેવું તમે તમારા નવા ફોન દ્વારા કરી શકો છો. સૌથી સારી રીત એ છે કે તમે તમારા ફોનનો ઉપયોગ એક સેક્યુરિટી કેમેરા એટલે કે અલ્ફ્રેડ તરીકે કરો. આ એક ક્રોસ-પ્લેટફોર્મ છે, તેનો અર્થ છે કે તેનાથી કોઈ જ ફરક નથી પડતો કે તમારો જુનો ફોન એક એન્ડ્રોઇડ ફોન છે કે પછી Ios આધારિત
એપ્પલનો iPhone છે. આવું જ કંઈક તમે તમારા નવા ફોન સાથે પણ કરી શકો છો. અલ્ફ્રેડ ફ્રી છે,. અને તમને લાઇવ ફીડનો રિમોટ વ્યૂ આપે છે, આ ઉપરાંત તમને મોશન ડિટેક્શન પણ મળે છે. અને તે ઉપરાંત તમને એલર્ટ્સ પણ મળે છે. તમને ફ્રી ક્લાઉડ સ્ટોરેજ પણ મળે છે. તેની સાથેસાથે જ તમને ટૂ- વે ઓડિયો ફીડ પણ મળે છે. એવું એટલા માટે કારણ કે તે ફ્રન્ટ અને રિયર કેમેરા બન્ને માધ્યમથી તમને
જાણકારી આપે છે.

image source

સૌથી પહેલાં તમારે એન્ડ્રોઇડ કે આઈઓએસ સ્ટોરેજ પર જઈને આલ્ફ્રેડ એપને તમારા નવા અને જૂના બન્ને મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરવાની છે, આવું તમે તમારા નવા કે જૂના ટેબલેટ સાથે પણ કરી શકો છો. આમ અલ્ફ્રેડ એપને તમારા બન્ને ફોનમાં ડાઉનલોડ કરો.

image source

ત્યાર બાદ તમને સ્ટાર્ટ બટન જોવા મળશે, તેના પર ક્લિક કર્યા બાદ તમે આગળ જશો તો તમને વ્યૂઅર મળશે, તેને સિલેક્ટ કરીને આગળ વધો. હવે તમને અહીં સાઇનઇન કરવાનું કહેવામાં આવશે, તમે તમારા ગૂગલ અકાઉન્ટથી તેને સાઇન ઇન કરી શકો છો. તમને એક ગૂગલ અકાઉન્ટની જરૂર અહીં પડશે. તમારા જૂના ફોનમાં તમારે આવું જ કરવાનું રહેશે, જો કે જુના ફોનમાં તમારે વ્યૂઅરની જગ્યાએ કેમેરાને સિલેક્ટ કરવનો છે. ત્યાર બાદ તમારે એ પણ નક્કી કરવાનું રહેશે કે બન્ને ફોનમાં એક જ અકાઉન્ટમાંથી સાઇન ઇન કરવામાં આવે. હવે તમારું સેટઅપ સંપૂર્ણ થઈ ગયું છે, હવે તમારે તમારા ફોનને તમારા ઘરમાં યોગ્ય જગ્યા પર લગાવવાનો છે, ત્યાર બાદ તમે તમારા બીજા ફોનથી એકધારી જાણકારી મેળવી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત