હવેથી આખા દેશમાં માન્ય રહે એવું એકસરખું જ બનશે PUC સર્ટિફિકેટ, જાણો નવા નિયમો

પ્રદુષણની સમસ્યા આજકાલ બહુ વધારે વધી રહી છે અને તેનું એક કારણ વાહનોમાંથી નીકળતું પ્રદુષણ છે ત્યારે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport Highways) એ કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 અંતર્ગત દેશભરમાં બહાર પાડવામાં આવતા પીયૂસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) સર્ટિફિકેટના સામાન્ય પ્રારૂપ માટે 14 જૂન 2021 ના રોજ અધિસુચના જાહેર કરી હતી. આ અધિસુચનાની પ્રમુખ નોંધનીય બાબતો આ મુજબની છે.

A. દેશભરમાં એક સમાન પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) પ્રારૂપની શરૂઆત અને PUC ડેટાબેઝને રાષ્ટ્રીય રજિસ્ટર સાથે જોડવું

image source

B. અસ્વીકૃત પહોંચની અવધારણા પહેલી વખત શરૂ કરવામાં આવી રહી છે. સંબંધિત ઉત્સર્જન માપદંડોમાં આદેશીત તપાસ પરિણામ મૂલ્ય વધુમાં વધુ સ્વીકૃતિ યોગ્ય મૂલ્યથી વધુ હોવાની સ્થિતિમાં વાહન માલિકને અસ્વીકૃત પહોંચનું એક સામાન્ય પ્રારૂપ આપવાનું રહેશે.

જો કોઈ બીજા સેન્ટર પર સર્વિસ કરાવવા પર PUC સેન્ટરનું ઉપકરણ બરાબર કામ ન કરી રહ્યું હોય તો આ દસ્તાવેજને વાહનની સર્વિસ કરાવવા માટે સર્વિસ સેન્ટર પર દેખાડી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે.

image source

C. સૂચના ગોપનીય રહેશે એટલે કે (1) વાહન માલિકના મોબાઈલ મોબાઈલ નંબર, નામ અને સરનામું (2) એન્જીન નંબર અને ચેસીસ નંબર (માત્ર અંતિમ ચાર અંક દેખાઈ શકે તે માટે, અન્ય અંકો ગોપનીય રહેશે)

D. વાહન માલિકનો મોબાઈલ.નંબર ફરજીયાત કરી દેવામાં આવ્યો છે જેના પર સત્યાપન અને શુલ્ક માટે એક sms એલર્ટ મોકલવામાં આવશે.

image source

E. જો નિયમ લાગુ કરાવનાર અધિકારી પાસે એ માનવા માટે કારણ છે કે કોઈ મોટર વાહન ઉત્સર્જન માપદંડોનું પાલન નથી કરી રહ્યું તો તે વાહન ચાલક કે વાહનના પ્રભારી એવા કોઈ પણ વ્યક્તિને પ્રાધિકૃત પ્રદુષણ નિયંત્રણ (PUC) તપાસ સ્ટેશન પૈકી કોઈ એકમાં તપાસ અર્થે વાહન રજૂ કરવા માટે લેખિત સ્વરૂપે કે ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા સૂચિત કરી શકે છે. આવી સ્થિતિમાં જો વાહન ચાલક કે વાહનના પ્રભારી વાહન રજૂ કરવામાં નિષ્ફળ રહે કે વાહન અનુપાલન કરવામાં નિષ્ફળ રહે તો વાહનના માલિક દંડ અને કાર્યવાહી માટે જવાબદાર રહેશે.

જો વાહન માલિક તેનું અનુપાલન કરાવવામાં નિષ્ફળ રહે તો પંજીકરણ પ્રાધિકરણ લેખિત સ્વરૂપે નોંધવામાં આવતા કારણો માટે જ્યાં સુધુ કાયદેસરનું પ્રદુષણ નિયંત્રણ અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અને કોઈપણ પરમીટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે

image source

F. આ પ્રકારના નિયમ લાગુ કરાવવા આઇટી સક્ષમ ગણાશે અને પ્રદુષણ ફેલાવતા વાહનો પર વધુ નિયંત્રણ રાખવામાં મદદ મળશે.

G. ક્યુઆર કોડ ફોર્મ પર છાપેલ હશે તેમાં PUC કેન્દ્ર અંગે વિસ્તૃત વિગતો દર્શાવેલી હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!