અક્ષય કુમારે કરી હતી ટ્વિનકલ ખન્ના સામેં લગ્નની વિનંતી, આ શરત હાર્યા પછી એક્ટ્રેસે કરી લીધા હતા લગ્ન
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા કપલ છે, જેમના લગ્ન એક ઉદાહરણ છે અને તેમના લગ્ન પાછળ એક રસપ્રદ કહાની છે. આવું જ એક કપલ છે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના. હાલમાં જ કપલે એમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે બંને પરિવાર સાથે રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત લેવા ગયા હતા. અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે નિતારા સાથે ગાયોને ખવડાવતો જોવા મળી રહ્યો હતો. આજે અમે તમને બંનેના લગ્ન પાછળની રસપ્રદ કહાની જણાવીએ છીએ.
ટ્વિંકલ ખન્ના બોલિવૂડ સ્ટાર કપલ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી છે. અક્ષય કુમાર ટ્વિંકલ ખન્નાને ખૂબ જ ચાહતો હતો અને કોઈપણ સ્થિતિમાં તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જ્યારે તેણે ટ્વિંકલ ખન્નાને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે એક્ટ્રેસે તેની સામે એવી શરત મૂકી, જેનાથી અક્ષય કુમારના હોશ ઉડી ગયા. તે દિવસોની વાત છે જ્યારે અભિનેત્રીની ફિલ્મ ‘મેલા’ રીલિઝ થવાની હતી ત્યારે તેણે અક્ષય કુમારને કહ્યું કે જો ફિલ્મ ફ્લોપ થશે તો તે તેની સાથે લગ્ન કરશે. કંઈક એવું થયું કે આ ફિલ્મ ચાલી નહીં અને બંનેએ લગ્ન કરી લીધા.
ટ્વિંકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયાએ પણ અક્ષય સાથેના લગ્ન પહેલા ટ્વિંકલ ખન્નાને તેની લિવ ઇનમાં રહેવાની શરત મૂકી હતી. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના પહેલીવાર ફિલ્મફેરના ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે જ્યારે તે ટ્વિંકલનો હાથ માંગવા તેની માતા ડિમ્પલ કાપડિયાને મળવા ગયો હતો, ત્યાં સુધી ડિમ્પલ સમજતી હતી કે તે ગે છે અને તે તેની દીકરીની જિંદગી બગાડી દેશે
અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ ટ્વિંકલ ખન્નાએ તેની એક્ટિંગ કરિયરને હંમેશા માટે અલવિદા કહી દીધી હતી. હવે અભિનેત્રી બે બાળકો પુત્ર આરવ અને પુત્રી નિતારાની માતા છે તેમજ લેખક અને ઈન્ટીરીયર ડીઝાઈનર તરીકે સક્રિય છે. ટ્વિંકલ ખન્ના મિસિસ ફની બોન્સના નામથી લખે છે. તે અખબારોમાં વ્યંગ્ય લેખો પણ લખે છે. અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને ધનુષ પણ જોવા મળ્યા હતા