6 વર્ષની બાળકીએ ખરીદ્યું 3.6 કરોડનું આલિશાન ઘર, આ કામ કરીને ભેગા કરી રહી છે પૈસા

બાળકો માટે, પોકેટ મની તેમની સામાન્ય જરૂરિયાતોને પહોંચી વળવાનું સાધન છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ બાળકે પોતાના પોકેટ મની બચાવીને કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું છે, જે તમને અજુગતું લાગશે પણ આ સત્ય છે. ઓસ્ટ્રેલિયામાં એક 6 વર્ષની છોકરી અને તેના ભાઈએ પોકેટ મનીમાંથી પૈસા બચાવીને $671,000 એટલે કે 3.6 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે.

image soucre

મેલબોર્નમાં 6 વર્ષની રૂબી, તેના ભાઈ ગુસ અને બહેન લ્યુસી મેક્લેલેને પોતાની પોકેટમની માંથી પોતાનું પહેલું ઘર 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ બાળકોએ મેલબોર્નના સાઉથ ઈસ્ટ ક્લાઈડમાં આ નવી પ્રોપર્ટી ખરીદી છે. બાળકોના પિતા, કેમ મેક્લેલન, પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે જેમણે તેમને ઘર ખરીદવામાં મદદ કરી હતી. રૂબીએ 7ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે તેનું નામ રૂબી છે અને તે 6 વર્ષની છે. તેણે પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે.

image soucre

47 વર્ષીય પિતા કેમ મેકક્લેલને જણાવ્યું હતું કે તેમાંથી દરેકે $2,000નું આર્થિક યોગદાન આપ્યું છે. જે તેણે પોતાના પોકેટ મનીથી બચાવી હતી. બાળકોએ ઘરના કામકાજ કરીને અને પિતાની સૌથી વધુ વેચાતી બુક પેક કરીને આ પૈસા કમાયા હતા. આમ કરીને આ બાળકોએ લગભગ 4.5 લાખ રૂપિયા ભેગા કર્યા. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, કેમએ તેના બાળકોને કામના મહત્વનો અહેસાસ કરાવવા માટે આવું કરવા કહ્યું હતું.

image soucre

કેમે જણાવ્યું કે, બાળકો ઘરના કામો કરતા હતા, જેના બદલામાં કેમ તેમને પૈસા આપતો હતો. આ સાથે બાળકોએ તેમના પુસ્તકો પેક કરવામાં પણ મદદ કરી હતી. રૂબીના 47 વર્ષીય પિતાનું કહેવું છે કે કોરોના બાદ મેલબોર્ન વિસ્તારમાં મકાનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કૅમને 10 વર્ષમાં ઘરની કિંમત બમણી થવાની અપેક્ષા છે. એક મોટા પ્રોપર્ટી ડીલર અને એક્સપર્ટ હોવાને કારણે તેને લાગે છે કે આ મકાનોના ભાવ ખૂબ જ ઝડપથી વધી જશે. આ કારણ હતું કે એમને પોતાના બાળકોને પોકેટમની જમા કરીને એમને પ્રોપર્ટી ખરીદવા માટે પ્રેરિત કર્યા

image soucre

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકોએ ખરીદેલા આ ઘરની કિંમતમાં અત્યાર સુધીમાં $70,000નો વધારો થયો છે. આ યુવાન ખરીદદારો 2032 માં મિલકત વેચવાની અને નફાને વિભાજિત કરવાની યોજના ધરાવે છે. આ બાળકોના પિતા કેમ, 36 વર્ષની વયે નિવૃત્ત થયા છે, તેઓ કોઈપણ કામ કર્યા વિના વર્ષે $250,000 કમાવવાનો માર્ગ શોધી રહ્યા છે. તેણે 20 વર્ષની ઉંમરે સંપત્તિ એકઠી કરવાનું શરૂ કર્યું

image source

કેમ મેક્લેલેને આ મહિનાની શરૂઆતમાં ન્યૂઝ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું હતું કે આ પહેલા હું ત્રણથી ચાર નોકરી કરતો હતો, . આમાં ફોર્કલિફ્ટ ચલાવવાથી લઈને સુપરમાર્કેટમાં છાજલીઓ સ્ટેક કરવા સુધીના કાર્યોનો સમાવેશ થાય છે. મેં સર્વાઇવ કરવા માટે બસ આટલું કર્યું. રોકાણ માટે મારી પ્રેરણા શક્તિ હતી. હું મારી અલાર્મ ઘડિયાળને નફરત કરું છું, હું 50 વર્ષ સુધી કામ કરવા માંગતો નથી.