આ માણસને પણ બાબા કા ઢાબાની જેમ મળ્યો લોકોનો ખોબલે ને ખોબલે પ્રેમ, પળવારમાં જ મળી ગયા 12 લાખ રોકડા

દિલ્હીમાં બાબા કા ઢાબા ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. થોડા મહિનાઓ પહેલા ગ્રાહક ન આવવાના કારણે પરેશાન થઈને ઢાબાના માલિક કાંતા પ્રસાદ એટલે કે બાબા રડી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, તો લોકો તેમની મદદ કરવા માટે આગળ આવ્યા. પરિણામે બાબાના ખાલી પડેલા ઢાબા પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગવા લાગી હતી. ત્યારે હવે એક આવો જ કિસ્સો સામે આવ્યો છે અને તેની ચર્ચા કરવામાં આવી રહી છે. વાત કંઈક એમ છે કે અમેરિકામાં એક બ્લોગરે એક રસ્તે રખડતી વ્યક્તિની મદદ કરીને તેની આર્થિક સ્થિતિને સુધારવાનું કામ કર્યું છે.

image soucre

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો દિલ્હીમાં ઢાબાવાલા બાબાની જેમ જ એક બ્લોગરે માઈક નામની આ વ્યક્તિની મદદ કરી છે અને તેના માટે 17 હજાર ડોલર્સ એટલે કે લગભગ 12 લાખની રકમ સોશિયલ મીડિયા દ્વારા ભેગી કરી છે. હવે આ વાત ચારેકોર વાયરલ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે 46 વર્ષના માઈકની મુલાકાત ફિલિપ નામની વ્યક્તિથી અમેરિકાના કેનિટ્ક્ટ શહેરમાં થઈ હતી. માઈકે 24 વર્ષના ફિલિપને પૂછ્યું હતું કે શું તે તેની ગાડીના કાચ સાફ કરી શકે છે? પહેલાં તો ફિલિપે તેને આ કામ માટે ના પાડી દીધી હતી, પરંતુ પછી તેણે માઈકને પોતાની કારમાં બોલાવી લીધો અને બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. આ મામલો આ લેવલે પહોંચી જશે એ તો એણે પણ નહીં વિચાર્યું હોય. ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીએ ફિલિપે તેની કારને કેનિટ્ક્ટ શહેરમાં પાર્ક કરેલી હતી.

image socure

સમગ્ર ઘટનાની કઈ રીતે શરૂઆત થઈ એના વિશે જો વાત કરીએ તો જ્યારે કાર પાર્ક હતી ત્યારે તાપમાન -10 ડીગ્રી હતું. ફિલિપે જ્યારે જોયું કે માઈક અડધો કલાકથી એકલો જ ઊભો હતો તો તેણે માઈક માટે સેન્ડવિચ ખરીદી લીધી અને તેને કારમાં આવવાનું કહ્યું હતું. ત્યાર પછી ફિલિપે તેને પૂછ્યું કે શું માઈક તેના ડેઈલી બ્લોગ પર વાત કરવાનું પસંદ કરશે? તે રાજી થઈ ગયો અને ધીરે ધીરે માઈકે પોતાના જીવન સાથે જોડાયેલા કિસ્સા ફિલિપ સાથે શેર કરવાનું શરૂ કર્યું. ફિલિપે ત્યાર પછી માઈક સાથેની પોતાની વાતચીત સોશિયલ મીડિયા પર શેર કરી. બસ ત્યારથી જ આ ઘટનાએ નવો વળાંક લેવાનું શરૂ કર્યું અને લોકો સુધી આ વાત જવા લાગી અને લોકોને પણ દિલમાં ઉતરી ગઈ.

image soucre

ત્યારબાદની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર લોકો માઈકના એટિટ્યૂડથી ઘણા પ્રભાવિત થયા. ત્યાર પછીથી જ ઘણા લોકો ફિલિપને પૂછવા લાગ્યા કે શું તેઓ માઈક માટે ડોનેટ કરી શકે છે? માઈકનો વીડિયો જબરદસ્ત રીતે વાઈરલ થઈ ગયો હતો અને એને કારણે સોશિયલ મીડિયા યુઝર્સમાં તે ખૂબ લોકપ્રિય થઈ રહ્યો હતો. ત્યાર પછીથી જ ફિલિપના ફોલોઅર્સ અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે માઈક માટે કુલ 17 હજાર ડોલર ભેગા કરી લીધા. ફિલિપે ત્યાર પછી માઈકને પોતાની કારમાં જ આ કેશ રકમ આપી દીધી હતી. માઈક આ પૈસા મેળવીને ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો અને તે ફિલિપને કાયદેસર ભેટી ગયો હતો. જો ફિલિપ વિશે વાત કરીએ તો અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં રહેતા ફિલિપ છેલ્લા કેટલાક સમયથી રોડ ટ્રિપ કરી રહ્યા છે અને તે પોતાની કારમાં જ રહે છે. તેમણે કહ્યું હતું કે માઈકને મદદ કરવી તેમના જીવનના અનુભવમાંથી એક બેસ્ટ અનુભવ રહ્યો છે. ત્યારે હવે આ વાત ચારેકોરક વાયરલ થઈ રહી છે અને લોકો પ્રશંસા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *