રાજસ્થાનનુ આ મંદિર છે એકદમ રહસ્યમયી, જ્યાં રાતના સમયે ભૂલથી પણ કોઇ રોકાતું નથી..

સમગ્ર વિશ્વ રહસ્યોથી ભરેલુ છે. આજે પણ એવા ઘણા સ્થળો ધરતી પર મોજુદ છે જેના રહસ્યો ભલભલા વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. વાત કરીએ ભારતની તો ભારતમાં પણ ઘણા એવા રહસ્યમય સ્થળો છે જેનુ રહસ્ય આજે પણ અકબંધ છે. તો બીજી તરફ ઘણી એવી જગ્યાઓ છે. જ્યાં જવા પર સરકારે જ પ્રતિબંધ લગાવી દીધો છે. અમુક ગામ તો વર્ષો બાદ પણ ઉજ્જડ છે જેને શ્રાપિત કહેવામાં આવે છે.

image socure

આજે અમે એવા જ એક મંદિર વિષે જણાવીશું જેની હકિકત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આજે અમે રાજસ્થાનના એક મંદિર વિશે જણાવીશું. જેનુ રહસ્ય વર્ષો બાદ પણ વણ ઉકેલ્યું છે. આ મંદિર વિશે એવી લોકવાયકા છે કે જે પણ વ્યક્તિ આ મંદિરમાં સાંજ પછી રોકાય છે તે સવારે પથ્થર બની જાય છે. જાણીને તમને નવાઈ લાગશે, તો ચાલો જાણીએ આખરે આ મંદિર સાથે જોડાયેલી વાસ્તવિકતા વિશે.

image socure

કિરાડુ મંદિર રાજસ્થાન ના બાડમેર જિલ્લામાં આવેલું છે. લોકોમાં આ મંદિરનો ડર એટલો પ્રચલિત છે કે સાંજના સમયે તેની આસપાસ કોઈ ફરકતુ પણ નથી. એટલુ જ નહીં રાત્રે મંદિરની આસપાસ તો શું કોઈ દૂર દૂર સુધી દેખાતું નથી. રાજસ્થાન ના આ રહસ્યમય મંદિરનું સ્થાપત્ય ભારતની દક્ષિણ શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

image socure

જો આપણે આ મંદિરના ઇતિહાસ ની વાત કરીએ તો સ્થાનિક લોકો માને છે કે ઘણા વર્ષો પહેલા એક સિદ્ધ સાધુ પોતાના શિષ્યો સાથે આ સ્થળે આવ્યા હતા. એક દિવસ સાધુઓ તેમના શિષ્યોને છોડીને ક્યાંક ભ્રમણ કરવા ગયા. તે દરમિયાન તેમના એક શિષ્યની તબિયત બગડી. આ જોઈને બાકીના શિષ્યોએ સ્થાનિક લોકો પાસેથી મદદ માંગી, પણ કોઈએ તેમને મદદ કરી નહીં.

image socure

બાદમાં જ્યારે સાધુ પોતાના આશ્રમમાં પાછા ફર્યો ત્યારે તેને આ ઘટનાની જાણ થઈ. આ કારણે તે ગુસ્સે થઈ ગયા અને તમામ ગ્રામજનો ને શ્રાપ આપ્યો કે સૂર્યાસ્ત પછી ગામના તમામ લોકો પથ્થર બની જશે. જોકે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બીમાર શિષ્યને ગામની એક મહિલાએ મદદ કરી હતી.

image socure

આ કારણોસર, શ્રાપ આપતા પહેલા, સાધુએ કહ્યું હતું કે તેણે સૂર્યાસ્ત પહેલા ગામ છોડી દેવું જોઈએ અને પાછું વળીને જોવું જોઈએ નહીં. જોકે, મહિલાએ સાધુની આ બાબતને ગંભીરતાથી ન લીધી અને તેણે પાછળ ફરીને જોયું. આ કારણે તે પણ પથ્થર બની ગઈ. આ કારણોસર, તે મહિલાની મૂર્તિ મંદિરથી કેટલાક અંતરે રાખવામાં આવી છે. આ એક મોટું કારણ છે, જેના કારણે સૂર્યાસ્ત પછી મંદિરની નજીક કોઈ જતુ નથી.