વરસાદ અંગે થઈ આગાહી, આ વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ

આગામી 42 કલાકમાં ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ આપવામાં આવ્યા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે આ ઉપરાંત 2 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 સપ્ટેમ્બરેલ સુધી વરસાદી વાતાવરણની સંભાવના દેખાઈ રહી છે.

image soucre

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, મહેસાણામાં કેટલીક જગ્યાએ અતિ ભારે તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં 1-2 ઇંચ વરસાદ પડશે એવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે.

image soucre

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સારો વરસાદ પડવાની આગાહી કરી છે હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

image socure

ઘણા સમય રાહ જોયા પછી હવે મેઘરાજાએ ફરી દેખા દીધા છે. ગઈ કાલે રાજ્યના 115 તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો, જ્યારે આજે વહેલા સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ અનેક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડયો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના પૂર્વ વિસ્તાર સહિત બોડકદેવ, વેજલપુર, શિવરંજનીમાં વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે.

image soucre

વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં નવા પાણીની આવક થઇ છે. ડેમમાં હાલ 46 હજાર ક્યુસેક પાણીની આવક થતા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

image soucre

આજે સવારથી જૂનાગઢ, ભાવનગર,અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

image socure

પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ ઉમરગામમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે એક સાથે વરસાદ ખાબકતાં વાપી અને ઉમરગામ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

જ્યારે વાપીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને લઇ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર પણ અલર્ટ બન્યું છે.