એક-એક અમદાવાદીઓ માટે ખુશખબર: ટૂંક સમયમાં જ તમને થશે આ મોટો ફાયદો, જાણી લો જલદી તમે પણ

કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા વિકાસના કામો વેગ પકડી રહ્યા છે. અમદાવાદને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. નોંધનિય છે કે, અમદાવાદની એક ઓળખ એટલે લાલ બસ, એટલે કે AMTS બસ. નોંધનિય છે કે, AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બનશે.તમને જણાવી દઈએ કે, 65 વર્ષ જૂના આ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં લાલદરવાજા બસ ટર્મિનસની કામગીરી શરૂ કરવામાં આવશે.

image source

હવે તમને સવાલ થતો હશે કે આ હેરિટેજ લુક સાથેનું નવું બસ સ્ટેન્ડ કેવું હશે અને તેમાં કેવી સુવિધાઓ હશે. તો તમને જણાવી દઈએ એના માસ્ટર પ્લાન સાથેની વિગતો Divyabhaskar પાસે આવી છે જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ માસ્ટર પ્લાન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMTS કમિટીના ચેરમેને Divyabhaskar સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં મોડુ થયું હતુ,

હવે આ તમામ પ્રક્રિયા પુરી થઈ છે અને આગામી સમયમાં નવા હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને 2022ના અંત સુધીમાં બનીને અમદાવાદીઓને માટે શરૂ કરી દેવામાં આવશે. નોંધનિય છે કે, વર્ષ 1955-56માં બનાવવામાં આવેલા આ લાલદરવાજા AMTS ટર્મિનસને બનાવવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2016-2017માં રિનોવેશન માટે 1.5 કરોડ અને 2017-18માં 2.5 કરોડ એમ કુલ 4 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

image source

તો બીજી તરફ વર્ષ 2018માં શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા લાલદરવાજા બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નંબર 0 પર મુખ્ય બિલ્ડિંગ અને પ્લેટફોર્મ તોડી નાખ્યું હતું. આ ઉપરાંત રાણીપ મલ્ટીમોડલ હબના પ્રોજેકટને સફળતા મળે તો જ લાલદરવાજા ટર્મિનસનો PPE ધોરણે વિકાસ કરવાનું તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, રાણીપ મલ્ટીમોડલ હબ પ્રોજેકટને હજુ સુધી કોઈ સફળતા ન મળી હોવાથી આ ઉપરાંત કોરોનામાં આર્થિક સ્થિતિને જોતાં હાલના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે હેરિટેજ થીમ પર નેશનલ મોનુમેન્ટ્સ ઓથોરિટીની મંજૂરીની મળેલી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે મંજૂરી આપી હતી. જેથી હવે તમામ પેપર વર્ક પૂર્ણ કર્યા બાદ આવતા વર્ષના અંત સુધીમાં આ બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ કરી દેવામાં આવે છે. નોંધનિય છે કે લાલ દરવાજા વિસ્તાર અમદાવાદના સૌથી ભરચક વિસ્તારોમાનો એક છે.

image source

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ કરવાની હતી, પરંતુ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ બિલ્ડિંગને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે મંજૂરી લેવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું.

તો બીજી તરફ લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે ત્રણ પ્લેટફોર્મ અને સોલાર પેનલના 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 6.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવશે. આગામી સમયમાં અમદાવાદને વધુ એક સુવિધા મળશે જેનાથી લોકોને પણ ફાયદો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!