અમિતાભ બચ્ચન કેબીસીમાં આ શબ્દમાં અટવાઈ ગયા, પછી કાઢ્યું આવું સોલ્યુશન

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા વર્ષોથી રિયાલિટી કવિઝ શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યા છે. આ શોના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને ઘણા પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે. જ્ઞાનના સાગરમાં ડૂબકી મારતા આ રિયાલિટી ટીવી શોમાં ઘણીવાર અજીબોગરીબ પરિસ્થિતિ ઉભી થઇ જાય છે. હાલમાં જ ફરી એકવાર અમિતાભ બચ્ચનને એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

ફસાઈ ગયા અમિતાભ બચ્ચન.

image soucre

થયું એવું કે અમિતાભ બચ્ચનને એક સવાલ પૂછવાનો હતો જેમા ઘણા મુશ્કેલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન આ શબ્દનું ઉચ્ચારણ નહોતી કરી શકતા અને એમને આ વાતનો સ્વીકાર કર્યો કે એ આ શબ્દનું યોગ્ય ઉચ્ચારણ નથી કરી શકતા. જ્યારે પણ આવી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે નર્વસ થવાને બદલે અમિતાભ બચ્ચન હસી મજાક કરીને એ વાતને ઉડાવી દે છે.

શુ હતો એ મુશ્કેલ શબ્દ?

image soucre

અમિતાભ બચ્ચને શોમાં સવાલ પૂછ્યો હતો કે મ્યુકરમાઇકોસીસને બીજા ક્યાં કોમન નામથી ઓળખવામાં આવે છે? એનો સાચો જવાબ હતો બ્લેક ફંગસ. પણ અમિતાભ બચ્ચન મ્યુકરમાઇકોસીસ શબ્દનું ઉચ્ચારણ નહોતા કરી શકતા. જ્યારે અમિતાભ બચ્ચનને આ વાતનો અહેસાસ થયો તો એમને મજકિયા અંદાજમાં કહ્યું કે આને તો બોલતા બોલતા જ માણસ બીમાર થઈ જશે.

image source

જો કે એમાં કોઈ બેમત નથી કે અમિતાભ બચ્ચન પોતાના શાનદાર ઉચ્ચારણ માટે જાણીતા છે. ઘણી બધી ફિલ્મોમાં એ નેરેટર તરીકે પણ દેખાઈ ચુક્યા છે. સાથે જ એમના અવાજમાં તો ફેન્સ કવિતા સાંભળવી અને ગીતો સાંભળવા પણ ખૂબ જ પસંદ કરે છે. એકટર પોતાની શાનદાર પર્સનાલિટી માટે જાણીતા છે અને એ જ કારણ છે કે છેલ્લા 21 વર્ષથી એ આ ગેમ શો સાથે જોડાયેલા છે

કેવી રહી કેબીસી 13ની શરૂઆત?

image soucre

કોન બનેગા કરોડપતિની આ સિઝનની શરૂઆત ખૂબ જ દમદાર રહી છે. શોના મેકર્સે આ વખતે નિયમોમાં થોડું પરિવર્તન કર્યું છે. એ પછી વધુ કાબેલ કન્ટેસ્ટન્ટ હોટસીટ સુધી પહોંચી રહ્યા છે. આ વખતે શોની શરૂઆતમાં જ ઘણા કન્ટેસ્ટન્ટ સારી એવી રકમ જીત્યા છે અને શરૂઆતના એપિસોડ્સમાં જ કોન બનેગા કરોડપતિની એક કરોડપતિ કન્ટેસ્ટન્ટ પણ મળી ગઈ છે.એક દિવ્યાંગ કન્ટેસ્ટેન્ટ હિમાની બુંદેલાએ એક કરોડ રૂપિયા માટે પૂછાયેલા સવાલનો સાચો જવાબ આપ્યો છે. તે સાત કરોડ રૂપિયાના છેલ્લા સવાલનો સામનો કરતી નજરે પડી રહી છે.