જાણો શું છે મોદી સરકારની Green Ration Card યોજના, કેવી રીતે મળશે લાભ

મોદી સરકારના આદેશ અનુસાર હવે દેશના અનેક રાજ્યોએ ગરીબ લોકોને માટે ગ્રીન રાશન કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજનાથી ગરીબ લોકોને એક રૂપિયે કિલો અનાજ મળશે. મોદી સરકારની નવી યોજનામાં બીપેલ કાર્ડ ધારકોને લાભ મળી શકશે.

image source

કેન્દ્ર સરાકરના આદેશ અનુસાર રાજ્ય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે અત્યાર સુધી લાભથી વંચિત ગરીબોને ગ્રીન કાર્ડની મદદથી લાભ આપશે. ગ્રીન રાશન કાર્ડ ધારકોને મોદી સરકારની યોજનામાં ખાસ ફાયદો મળશે.

આ રીતે કરી શકાશે અરજી, જાણો ડોક્યૂમેન્ટ્સ પણ

image source

ગ્રીન રાશન કાર્ડ મેળવવા માટે તમારે રાશન કાર્ડની જેમ જ રીત અપનાવવાની રહેશે. જનસેવા કેન્દ્ર કે ખાદ્ય આપૂર્તિ વિભાગ કે પીડીએસ કેન્દ્ર પર ગ્રીન રાશન કાર્ડ માટે અરજી કરી શકાય છે. અરજી કરનાર પોતે પણ ઓનલાઈન આવેદન કરી શકે છે. ગ્રીન રાશન કાર્ડ મેળવવા માટે અરજદારે કેટલીક જાણકારી અને ડોક્યૂમેન્ટ્સ આપવાના રહેશે. જેમાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક ખાતાની ડિટેલ્સ, રહેઠાણ અને વોટર આઈકાર્ડ પણ જરૂરી દસ્તાવેજ રહેશે. તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો.

એક રૂપિયે પ્રતિ કિલો મળશે અનાજ

image source

ગ્રીન રાશન કાર્ડના આધારે રાજ્ય સરકારે ગરીબ લોકોને પ્રતિ યૂનિટ 5 કિલો રાશન આપશે. દેશના અનેક રાજ્યોના સીએમ દ્વારા આ યોજના શરૂ કરાઈ છે. આ યોજનાની તમામ જવાબદારી રાજ્ય સરકારની પાસે રહેશે. આ યોજના લાગૂ કરનારા રાજ્ય મુખિયા, પંચાયત સેવક અને જન વિતરણ પ્રણાલી દુકાનદારોની સાથે સતત બેઠક કરી રહ્યા છે. તેમાં યોજનાના આધારે લાભાર્થીઓને માટે બનનારા ગ્રીન કાર્ડના સંબંધમાં ચર્ચા કરાઈ રહી છે.

કોને મળી શકશે ગ્રીન રાશન કાર્ડ યોજનાનો લાભ

image source

કુલ મળીને આ યોજના રાજ્ય સરકારના દ્વારા શરૂ કરાશે. બીપીએલ કાર્ડ ધારકોને ગ્રીન રાશન કાર્ડ મળશે. આ યોજના કેન્દ્ર સરકારના દ્વારા તૈયાર કરાઈ છે. તેને શરતો સાથે સરકાર દ્વારા લાગૂ કરવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે. પરંતુ એમ પણ જોવાશે કે આ કાર્ડ ધારકો કેટલા ગરીબ છે.

જાણો કયા રાજ્યોએ શરૂ કર્યું કામ

image source

હરિયાણા, ઝારખંડ સહિત અનેક રાજ્ય સરકારોએ આ દિશામાં ઝડપથી કામ શરૂ કર્યું છે. આ વર્ષના અંતમાં 2021ના શરૂઆતમાં અનેક રાજ્ય સરકારો આ યોજના લાગૂ કરશે. ઝારખંડ સરકારે આ યોજનાને આગામી 15 નવેમ્બર સુધી લાગૂ કરવાનું નક્કી કર્યું છે. આ યોજનાનો લાભ રાષ્ટ્રીય સુરક્ષા નિયમના આધારે રાશન કાર્ડથી વંચિત ગરીબ પરિવારોને મળશે. ગ્રીન રાશન કાર્ડ ધારકોને આ માટે નવી રીતે અરજી કરવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત