જાપાનની રાજકુમારીએ સામાન્ય માણસ સાથે કર્યા લગ્ન, લોકોએ કહ્યું- પ્રેમ હોય તો આવો બાકી બધું તો….

જાપાનની રાજકુમારી માકો તેનાં લગ્નને લઈને દુનિયાભરમાં ચર્ચામાં છે. રાજકુમારી માકોએ મંગળવારે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. રાજકુમારી માકો તેના બોયફ્રેન્ડ કેઈ કોમરો સાથે ઘણા સમયથી સંબંધમાં હતા. જોકે તેને લગ્ન એક સામાન્ય માણસ સાથે કર્યા હોવાથી તેને રાજ પરિવાર છોડવો પડયો છે. મંગળવારે જાપાની રાજવંશની બહારના એક સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા બાદ જાપાન રાજવંશની પરંપરા અનુસાર રાજકુમારી માકોની શાહી પદવી ખતમ થઈ ગઈ છે.

image source

કહેવાય છે ને કે પ્રેમ ની સામે ધનદોલત નું કોઈ મોલ નથી હોતું આ વાત જાપાની રાજકુમારીએ સાબિત કરી બતાવી છે. જાપાની રાજવંશની પરંપરા છે કે જે પણ વ્યક્તિ રાજવંશ થી બહાર લગ્ન કરે છે તે રાજકુમાર કે રાજકુમારી ને તેની પદવી છોડવી પડે છે આ સાથે જ તેને લગભગ સાડા સાત કરોડ રૂપિયા પણ આપવામાં આવે છે. આ પરંપરા અનુસાર રાજકુમારી માકોની શાહી પદવી મંગળવારે સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા ની સાથે જ ખતમ થઈ છે.જોકે માકોએ પૈસા લેવાનો ઇનકાર કરી દીધો છે.

image source

મંગળવારે રાજકુમારી માકો એ એકદમ સાધારણ રીતે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર રાજકુમારી માકો છેલ્લા ચાર વર્ષથી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પરિવાર ને મનાવી રહી હતી. આ દરમિયાન તેની અનેક સમસ્યા અને વિવાદનો સામનો પણ કરવો પડ્યો. છેલ્લા દિવસ સુધી તેઓ ડિપ્રેશનમાં પણ રહ્યા હતા. માકોનું કહેવું છે કે આ બધું તેણે તેના પ્રેમ માટે સહન કર્યું. તે પોતાના જીવનમાં ખુશીઓ ઈચ્છે છે અને તે ખુશી હવે તેમને મળી ચૂકી છે.

image source

માકોનું કહેવું છે કે તે બંને માટે સન્માન સાથે જીવન જીવવા માટે લગ્ન એક આવશ્યક વિકલ્પ છે. તે બંને એકબીજાથી અલગ રહી શકતા નથી અને ખરાબ સમયમાં એકબીજાનો સહારો બને છે. રાજકુમારી માકોએ જેની સાથે લગ્ન કર્યા છે તે કોમુરો અમેરિકામાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે તેને વાયોલીન વગાડવાનો, કુકિંગનો અને સ્કિઈન કરવાનો શોખ છે. તે સમુદ્ર કિનારે પર્યટન વધારવા માટે પણ કામ કરે છે.

જાણવા મળતી માહિતી અનુસાર રાજકુમારી માકો સમક્ષ તેના પ્રેમીએ ડિસેમ્બર 2013માં જ એક ડીનર પાર્ટી દરમિયાન લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારથી તે બંને એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ લાંબા સમય સુધી આ વાત તેમણ જાહેર થવા ન દીધી ત્યારબાદ રાજકુમારી બ્રિટનમાં ભણવા માટે ગયા હતા.

image source

મહત્વનું છે કે રાજકુમારી માકો જાપાનના પૂર્વ સમ્રાટ અકીહિતોની પૌત્રી છે. તેમણે તેના બોયફ્રેન્ડ સાથે વર્ષ 2017માં સગાઈ કરી હતી પરંતુ ત્યારબાદ સતત ચાલતા વિવાદને લીધે તેમના લગ્ન થઇ શક્યા ન હતા જ્યારે હવે તેમણે લગ્ન કરી લીધા છે.