શિલ્પા શેટ્ટી અને એમની માતાને 1.36 કરોડના છેતરપીંડીના કેસમાંથી મળી રાહત

લખનઉમાં આયોસીસ વેલનેસ સેન્ટર કંપનીની ફ્રેન્ચાઈસીમાં છેતરપીંડીના મામલે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને એમની માતા સુનંદાને મોટી રાહત મળી છે. લખનઉ પોલીસે તપાસ પછી આ બાબતે શિલ્પા શેટ્ટી અને એમની માતાનું નામ આ કેસમાંથી હટાવી દીધું છે. તમને જણાવી દઈએ કે ગોમતી નગર નિવાસી જ્યોત્સના સિંહે વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, એમની માતા સુનંદા અને શિલ્પા શેટ્ટીની મેનેજર કિરણ બાવા સહિત ઘણા લોકો પર 1.3 6 કરોડ રૂપિયાની છેતરપિંડીની એફઆઈઆર નોંધાવી હતી..

image source

નોંધાયેલી એફઆઈઆર અનુસાર આયોસીસ વેલનેસ સેન્ટર કંપનીની ફ્રેન્ચાઈસી આપવાના નામ પર જ્યોત્સના સાતે આ છેતરપીંડી કરવામાં આવી હતી. જ્યોત્સનાએ આરોપ લગાવ્યો હતો કે શિલ્પા શેટ્ટીની મેનેજર કિરણ બાવાએ એમની સાથે શિલ્પા શેટ્ટીના ઘણા વિડીયો બતાવીને એમને ઝાંસામાં લઈને એમને કંપનીની ફ્રેન્ચાઈસી અપાવી દીધી હતી. જ્યોસનાના કહેવા અનુસાર એમને વિભૂતિ ખંડમાં ભાડાની દુકાન લઈને એના સાજ શણગાર પર ઘણો ખર્ચો કરી સેન્ટરની શરૂઆત પણ કરી દીધી હતી.

આ હતો આરોપ

image source

આરોપ છે કે કંપનીએ વાયદો કર્યો હતો કે વેલનેસ સેન્ટરના ઉદ્ઘાટન ખુદ શિલ્પા શેટ્ટી કરશે પણ એવું થયું નહિ જ્યારે શિલ્પા શેટ્ટીને બોલાવવા માટે એમની પાસે 11 લાખ રૂપિયા માંગવા આવ્યા હતા. એફઆઈઆર અનુસાર થોડા સમય પછી કિરણ બાવાએ સેન્ટર પર કબજો કરી લીધો હતો જ્યારે એમના 1. 36 કરોડ રૂપિયા સેન્ટર પર ખર્ચ થઈ ચૂક્યા હતા જે એમને એમના મકાનને ગિરવી મૂકીને લીધા હતા.

નોટીસના જવાબથી સંતુષ્ટ છે લખનઉ પોલીસ

image source

એફઆઈઆર નોંધાયા બાદ 11 ઓગસ્ટના રોજ વિભૂતિ ખંડ પોલીસે મુંબઈ જઈને શિલ્પા શેટ્ટી અને કિરણ બાવાને નોટિસ આપી હતી. એ પછી શિલ્પા શેટ્ટીએ એમના વકીલો દ્વારા પોલીસને આ નોટીસનો જવાબ આપ્યો હતો. શિલ્પા શેટ્ટીએ જવાબ આપ્યો હતો કે આ કેસ નોંધાયો એ પહેલાં જ એમને કંપની સાથેના બધા જ સંબંધ સમાપ્ત કરી લીધા હતા જેના પુરાવા પણ શિલ્પા શેટ્ટી તરફથી આપવામાં આવ્યા હતા. ડીસીપી ઇસ્ટ સંજીવ સુમને જણાવ્યું કે નોટીસના જવાબથી સંતુષ્ટ થયા પછી શિલ્પા શેટ્ટી અને એમની માતા સુનંદાની નામ આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યું છે..કિરણ બાવા સહિત આઠ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.