ગુજરાતમાં કોરોનાને કારણે અધધધ..બાળકો થયા અનાથ, આંકડો જાણીને તમે પણ રડી પડશો, CM રૂપાણી સોમવારથી 4 હજારની યોજના શરૂ કરાવશે

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે. જેના કારણે અનેક બાળકોએ તેમના માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કારણે અનેક બાળકો અનાથ બન્યા છે. જેથી કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકો માટે ગુજરાત સરકારે યોજના શરૂ કરી છે, આ યોજનાની શરૂઆત આવતા સોમવારથી સીએમ રૂપાણી દ્વારા કરવામા આવશે.

image source

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાંમાં કોરોના મહામારી દરમિયાન 794 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. તો બીજી તરફ, 3 હજારથી વધુ બાળકોએ માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં અનાથ બનેલાંમાંથી 220 બાળકો 10 વર્ષથી નાનાં અને 574 બાળક 10 વર્ષથી 18 વર્ષની ઉંમરનાં છે. તો બીજી તરફ એક વાલીવાળાં 1377 બાળક 10 વર્ષથી નાનાં અને 1729 બાળક 10થી 18 વર્ષની વયનાં છે. હવે ગુજરાત સરકાર દ્વારા આવા બાળકોની મદદ માટે યોજના શરૂ કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે, જે બાળકે કોરોના પહેલા એક વાલી ગુમાવ્યા હોય અને કોરોનામાં અન્ય વાલીનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. નોંધનિય છે કે, અનાથ બાળકના કિસ્સામાં તેની જવાબદારી લેનારી વ્યક્તિના અલગ નવા બેન્ક અકાઉન્ટમાં દર મહિને DBT દ્વારા રૂ. 4 હજાર જમા કરવામાં આવશે અને 10 વર્ષ બાદ બાળકના નામે એકાઉન્ટ ખોલાવી તેમાં સહાયની રકમ જમા કરાવામાં આવશે.

નોંધનિયછે કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં નવાં આવેલાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર દ્વારા આ નવી યોજનાના અમલીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને હવે ચોથી જુલાઈએ કાર્યક્રમ યોજી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે યોજનાનું લોન્ચિંગ થશે, પ્રાપ્ત માહિતી અનુસાર જે કુલ 3900 બાળક છે તેમને દર મહિને રૂ. 30.40 લાખ ચૂકવવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે, સીએમ રૂપાણીએ જાહેર કરેલી આ યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલાં બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળક દીઠ 4 હજારની માસિક સહાયતા આપવામા આવશે. એટલુ જ નહીં 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હોય તો તેમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે બાળકો સહાય કરવામાં આવશે.

નોંધનિય છે કે આવા મોટા બાળકોને સહાયની રકમ 6 હજાર રૂપિયા માસિક નક્કી કરવામાં આવી છે.આ ઉપરાંત સરકાર દ્વારા જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામા આવશે. તો બીજી તરફ આવનારા સમયમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની જે યોજના છે એમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!