અત્યાર સુધીનું ગજબનું ફિચર આવી રહ્યું છે Whatsappમાં, જે જાણીને નાચવા લાગશો તમે પણ

Whatsapp ગ્રૂપ ચેટ માટે આવશે ન્યુ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ !

વોટ્સએપ પોતાના યુઝર્સના ચેટ એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે નવા-નવા ફીચર લાવતી રહી છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ કંપનીએ ઘણા નવા ફીચર રોલઆઉટ કરવાની છે. પાછલા કેટલાક મહિનાથી આ ફીચર્સનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.

image source

આગામી થોડા મહિનામાં આ ફીચર્સનું સ્ટેબલ અપડેટ જારી કરી દેવામાં આવશે. વોટ્સએપના આ ફીચર માટે યુઝર્સ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપનીએ પાછલા દિવસોમાં આ ફીચરનું બીટા વર્ઝન ઉપલબ્ધ કરાવ્યું હતું. અહીં અમે તમને વોટ્સએપના અપકમિંગ ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ.જો તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp (વોટ્સએપ)નો ઉપયોગ કરો છો, તો પછી આ સમાચાર તમારી સાથે સંકળાયેલા છે.

image source

વોટ્સએપ યુઝર્સમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને આની સાથે એપનું કદ પણ વધી રહ્યું છે. આજના યુગમાં, વોટ્સએપમાં સંદેશ શોધવાનું કાર્ય મુશ્કેલ બની ગયું છે. તેને ધ્યાનમાં રાખીને, વોટ્સએપ ટૂંક સમયમાં એક નવું ફીચર શામેલ કરશે જે તમને તારીખ દ્વારા સંદેશા શોધવામાં મદદ કરશે.

image source

આ વિશેષ સુવિધાનું નામ Search by date (સર્ચ બાય ડેટ) છે. Wabetainfo ના એક અહેવાલ મુજબ, સુવિધા હાલમાં વિકસિત છે અને કંપની તેને રિલીઝ કરતા પહેલા તેનું પરીક્ષણ કરી રહી છે. આ વિશેષ સુવિધા પ્રથમ આઇફોન વપરાશકર્તાઓ માટે લાવવામાં આવશે, તે પછી તેને એન્ડ્રોઇડ ડિવાઇસીસ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સુવિધા આ રીતે કાર્ય કરશે.

image source

વૉટ્સઍપ મિડીયા ફાઇલ્સને લઇને સતત પ્રયોગ કરતા રહે છે અને વીડિયોને લઇને એક નવું ફીચર આવ્યું છે. ફોટોઝ, વીડિયોઝ અને બીજા મીડિયા ફાઇલ્સ વધારે શૅર કરો છો તો અહીં ઇંમ્પ્રુવમેન્ટની વધારે જરૂર છે. જેના માટે વૉટ્સઍપ એક નવું ફીચર લઇને આવ્યું છે.

image source

આ ફીચર હેઠળ યુઝર કોઇ પણ વીડિયોને સેન્ડ કરતા પહેલા મ્યૂટ કરી શકશો. વૉટ્સઍપના ફીચર્સનો ટ્રેક રાખનાર WABetaInfo પોર્ટલ અનુસાર તેને વૉટ્સઍપના એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. જલ્દી જ આ ફીચરને દરેક યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે.

image source

રિપોર્ટ અનુસાર આ ફીચર વૉટ્સઍપના બીટા વર્ઝન 2.21.3.13 માટે છે. જેમાં કોઇ પણ યુઝર વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકશો. આ ઓપ્શન વીડિયો એડિટ કરતા સમયે આવશે. જેમાં હવે ટ્રિમિંગ, ટેક્સ્ટ ઍડ કરવા, સ્ટીકર્સ લગાવવા અને વીડિયો મ્યૂટ કરવાનો ઓપ્શન પણ આવશે.

image source

WABetaInfo પોર્ટલે આ વિષેની માહીતી 2020 નવેમ્બરમાં જ આપી દીધી હતી. તે સમયે આ ફીચર ડેવલોપિંગ મોડમાં હતું. આ વિશે વૉટ્સઍપના એન્ડ્રોઇડ વર્ઝન 2.20.207.2માં પહેલી વાર કહેવામાં આવ્યું હતુ. WABetaInfo ફેસબૂકની માલિકીની ઍપ વૉટ્સઍપમાં થનારા ચેન્જીસ અને આવનારા ફીચર્સ વિશે જાણકારી આપે છે. વૉટ્સઍપમાં વીડિયો મ્યૂટ કરવાનું ફીચર માત્ર એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે જ છે. માનવામાં આવી રહ્યુ છે કે જલ્દી જ આઇફોન માટે અને વેબ યુઝર્સ માટે પણ આ ફીચર લાગૂ કરવામાં આવશે.

Mention badge ફીચર શું છે?

image source

Wabetainfoના રિપોર્ટ મુજબ વ્હોટસએપે હાલ જ 2,21.3.13 બીટા અપડેટ કર્યો છે. નવા એપડેટ દ્વારા ગ્રૂપ ચેટમાં એક મેન્શન બૈજ જોડવામાં આવ્યું છે.આ ફીચરને સમજવું ખૂબ જ સરળ છે. વ્હોટસએપમાં ગ્રૂપ ચેટ દરમિયાન જેવું કોઇ આપને મેન્શન કરશે. ગ્રૂપ સેલનો નવો બૈજ જોડાઇ જશે. આમ તો વ્હોટસએપમાં લાંબા સમયમાં મેન્શનનો ઓપ્શન મળે છે. જેના દ્વારા આપ ગ્રૂપ ચેટમાં મેસેજ લખતી વખત કોઇપણને ટેગ કરી શકશો. નવું ફીચર આ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!