ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 11 લોકોના થયા કરુણ મોત, PM મોદીને વ્યક્ત કર્યું દુ:ખ, જાણો ક્યાં બની આ હોનારત

તમિલનાડુના વિરુધ્ધનગરમાં એક ફટાકડા ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. આ આગની ઝપેટમાં એક મહિલા સહિત અત્યાર 11 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ ઉપર 20થી વધુ ફાયર ફાઈટરો પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ફટાકડા ફેક્ટરીની અંદર વારંવાર વિસ્ફોટ થાય છે.

તમિલનાડુના સીએમમે કરી સહાયની જાહેરાત

આ ઘટના પછી તરત જ તમિલનાડુના સીએમ ઇ.કે. પલાનીસ્વામીએ ગંભીર ઈજાગ્રસ્તોને 1 લાખ અને લાખ રૂપિયા અને મૃતકોના પરિવારોને 3–3 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી છે. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું છે- ‘તમિળનાડુના વિરુધ્ધનગર સ્થિત ફટાકડા કારખાનામાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. દુખની આ ઘડીમાં પીડિતોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલ થયેલા લોકો ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. પ્રશાસન આ ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કાર્ય કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર આ માહિતી પણ આપી હતી કે, આ ઘટનામાં મૃતકના પરિવારજનોને વડા પ્રધાન રાહત ભંડોળમાંથી 2 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, તામિલનાડુના વિરુધ્ધનગરમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને 2 લાખ રૂપિયાની સહાય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) ને મંજૂરી આપવામાં આવી છે. જેઓ ગંભીર રીતે ઘાયલ છે તેમને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજ્ય સરકારને પીડિતોની મદદ કરવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટ પર કહ્યું છે કે, તમિલનાડુના વિરુધ્ધનગરમાં ફટાકડા ફેકટરીમાં લાગેલી આગમાં મોતને ભેટેલા પીડિતોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. અંદર ફસાયેલા લોકો વિશે વિચારતા પણ હૃદયમાં કંપારી છુટી જાય છે. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે તાત્કાલિક અને રાહતની કામગીરી કરવા અપીલ કરૂ છું.

8 લોકોની લાશ બહાર કાઢવામાં આવી

તો બીજી તરફ વિરૃદ્ધનગર જિલ્લા ફાયર અધિકારી કે ગણેશને કહ્યું કે અત્યાર સુધીમાં અમને 8 મજૂરોની લાશ મળી છે. અન્યની શોધ ચાલુ છે. તો બીજી તરફ 24 લોકોને આગમાં દાઝી જવાને કારણે નાની મોટી ઈજા થઈ છે, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવાવાની કામગીરી ચાલુ છે. નોંધનિય છે કે, હાલમાં ઘટનાસ્થળે 20 ફાયર ફાઈટરને કામે લગાડવામાં આવ્યાં છે. તો બીજી તરફ પોલીસ, રેવન્યુ અને બીજા વિભાગના અધિકારીઓ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!